________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
જૈન રામાયણ
ક્યાં જાય છે?' તારે શી પંચાત છે?' મારે પંચાત છે. બોલ ક્યાં જાય છે? ને ટોપલામાં શું છે?” “મારી સાથે લાંબી વાત ન કર. તું તારા રસ્તે ચાલ્યો જા.” ટોપલો નીચે ઉતાર.' નહિ ઉતારું.” ગુપ્તચરે સૈનિકોને ઇશારો કર્યો. સૈનિકોએ રસોઈયાને ઘેરી લીધો. ગુપ્તચરે તરત જ એક સૈનિકને રવાના કર્યો અને મહામંત્રીને બોલાવી લાવવા આજ્ઞા કરી. સૈનિક દોડતો મહામંત્રીની પાસે પહોંચ્યો અને મહામંત્રીને તાબડતોબ બોલાવીને આવી ગયો.
ટોપલો રસોઈયા સાથે જ હતો, રસોઈયો ભયનો માર્યો ધ્રુજી રહ્યો હતો. તેના શરીરે પરસેવો છૂટી ગયો હતો. મહામંત્રીને જોઈને રસોઈયાએ ટોપલો . નીચે મૂકી દીધો ને મહામંત્રીના પગમાં પડી ગયો. “મા- બાપ...મને ક્ષમા કરો. આમાં મારો ગુનો નથી.'
પણ શું છે એ તો કહે...?” મહામંત્રીએ રસોઈયાના જ મુખે સારી વાત સાંભળવા પ્રશ્ન કર્યો.
“કૃપાનાથ, રોજ હું એક છોકરાને આ ટોપલામાં લાવું છું.' “ટોપલો ખલ. રસોઈયાએ તરત ટોપલો ખોલ્યો. અંદરથી બેભાન હાલતમાં નાનું બાળક નીકળ્યું. મહામંત્રીને શરીરે કમકમી આવી ગઈ. તરત જ તેમણે વૈદ્યોને બોલાવી લાવવા આજ્ઞા કરી. સૈનિક ત્વરાથી જઈને વૈદ્યને બોલાવી લાવ્યો. વૈદ્યોએ આવીને બાળકને તપાસ્યું. ઔષધોપચાર કરીને બાળકની બેશુદ્ધિ દૂર કરી. મહામંત્રીએ બાળકને એક સિપાઈની સાથે તેના ઘેર રવાના કરી દીધું. બીજી બાજુ રસોઈયાને કારાવાસમાં લઈ જવા અને બીજે દિવસે રાજસભામાં હાજર કરવા સૈનિકોને આજ્ઞા કરી. ગુપ્તચરની સાથે મહામંત્રીએ રસોઈઘરના ભોયરામાં પ્રવેશ કર્યો. ભોંયરામાંથી દુર્ગધ આવી રહી હતી. મહામંત્રીએ અને ગુપ્તચરે વસ્ત્રથી નાક અને મુખ બાંધી દીધાં. જ્યાં તેઓ ભોંયરામાં પહોંચ્યા ત્યાંનું દારુણ દૃશ્ય જોઈને મહામંત્રીનું હૃદય કમકમી ઊઠ્યું. એક બાજુ બાળકોનાં હાડપિંજરોનો ઢગલો પડેલો હતો. એક બાજુ માંસના લોચા લટકેલા હતા. ભૂમિ લોહીથી ખરડાયેલી હતી.
For Private And Personal Use Only