________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોદાસનું પતન
ભોજન તૈયાર છે?'
‘જી હા. આપને બોલાવવા જ આવ્યો છું.'
‘શાબાશ! તું ખરેખરો મારો વફાદાર સેવક છે...' એમ કહી સોદાસે પોતાના ગળાનો હાર કાઢી રસોઈયાને પહેરાવી દીર્યા.
રસોઈયો ખુશ ખુશ થઈ ગયો. સોદાસને તેણે મનુષ્ય માંસની તૈયાર કરેલ વાનગી પીરસી, સોદાસે જ્યાં બેચાર કોળિયા ખાધા, તેને આજે કોઈ અપૂર્વ રસનો અનુભવ થયો. આજનું ભોજન તેને ખૂબ જ પ્રિય લાગ્યું. તેણે રસોઈયાને પૂછ્યું :
‘આજનું ભોજન તો કમાલ છે! આવું જ ભોજન રોજ તૈયાર કરે તો કેવો આનંદ આવે? એ તો કહે, આ માંસ કયા પશુનું છે?’
‘મહારાજા પશુનું માંસ તો અયોધ્યામાં ક્યાંય ન મળ્યું, આ તો મેં ઘણી મહેનતને અંતે મનુષ્યનું માંસ મેળવ્યું છે!’
‘ગમે તેનું હોય હવેથી રોજ તારે આવા જ માંસનું ભોજન તૈયાર કરવું, સમજ્યો?' જેવી મહારાજાની આજ્ઞા.’
રસોઈયો તો હજારોની કિંમતનો હાર જોઈ ખૂબ ખુશ થઈ રહ્યો હતો. એનું તો જિંદગીનું દારિદ્રય દૂર થઈ ગયું હતું. તેણે રોજ મનુષ્યનું માંસ લાવવાનું કબૂલ તો કરી લીધું, પરંતુ પછીથી તે મૂંઝાયો. રોજ મનુષ્યનું માંસ ક્યાંથી લાવવું! તેમાં પણ બાળકનું માંસ! તેણે આનંદની સલાહ લેવાનો વિચાર કર્યો. સાંજના ભોજનકાર્યથી પરવારીને તે આનંદના મકાને પહોંચ્યો, બે દિવસથી તબિયત અસ્વસ્થ હોવાને કારણે આનંદ રાજમહેલમાં આવતો ન હતો.
રસોઈયાને આવેલો જાણી આનંદના મનમાં અનેક જાતની શંકા-કુશંકાઓ જાગી. રસોઈયાએ તબિયતના સમાચાર પૂછી મૂળ વાત આનંદ સમક્ષ મૂકી: ‘મહારાજ, હું તો મૂંઝાઈ ગયો છું; હવે આપ બતાવો કે મારે શું કરવું?’ ‘એમાં ચિંતા શા માટે કરે છે? મહારાજા ખુદની ઇચ્છા છે તો તારે ડરવાનું કારણ? ગામમાં ઘણાં નાનાં બાળકો છે. રોજ એકને...’
For Private And Personal Use Only
‘કામ ઘણું ભયભરેલું છે...’
ડરપોક મનુષ્યો રાજાની સેવા ન કરી શકે, સમજ્યો ?'
‘મહારાજ, હું તો એક ગરીબ બ્રાહ્મણનો પુત્ર, નથી ને પકડાઈ ગયાં તો...’ ‘તું ડર નહિ, હું તને આખી યોજના સમજાવી દઉં છું. એ મુજબ તું તારે કામ કર્યે જા. બાકીનું બધું હું સંભાળી લઈશ.’