________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
સતીત્વની પ્રતીતિ “તું મને વારંવાર આગ્રહ ન કરીશ. તારા સ્નેહને કારણે આજે એક વાર હું ખાઈ લઉં છું...” આનંદ ખુશ થઈ ગયો. સોદાસે કંદમૂળનું ભોજન કર્યું. આનંદ ખૂબ ખવરાવ્યું. સોદાસે જિંદગીમાં ક્યારેય કંદમૂળનો સ્વાદ ચાખ્યો ન હતો. આજે તેને કંદમૂળના ભોજનમાં સ્વાદ લાગ્યો. પરંતુ તેના હૃદયમાં ભારે ગડમથલ મચી ગઈ હતી. “જો માતાજીને ખબર પડી જશે તો?' આ વિચાર અકળાવવા લાગ્યો. “આનંદ, જો માતાજીને ખબર પડી...”
તું ચિંતા ન કર. આપણે બે અને ત્રીજો ખેડૂત, ત્રણ સિવાય કોઈને ગંધ સરખી નહિ આવે.” આનંદે ખાતરી આપી.
સંગનો રંગ લાગ્યા વિના રહે? આનંદ માત્ર કંદમૂળ ખાઈને પોતાની સ્વાદવૃત્તિને સંતોષનારો ન હતો, તે તો માંસભક્ષણ પણ કરતો હતો. તેની ઇચ્છા સોદાસને માંસભક્ષણ કરતો કરી દેવાની હતી. રાજપુત્ર જો પોતાનો સાગરિત બની જાય તો પછી મહેફિલો ઉડાવવામાં મજા આવે.
સરળ અને સ્નેહી સોદાસ આનંદના ફંદામાં ફસાઈ ગયો. શરૂઆતમાં તો તે સિંહિકાથી ખૂબ ડરતો હતો. પરંતુ એને કંદમૂળ ખાવાનો રસ લાગી ગયો, તેથી તે છૂપી રીતે આનંદની સાથે પેટ ભરીભરીને ખાવા લાગ્યો. તેની બુદ્ધિમાં પરિવર્તન આવવા લાગ્યું. તેનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો.
હવે તેને પરમાત્માપૂજામાંથી આનંદ ઊડી ગયો. ધ્યાનમાં ચિત્ત અસ્થિર બનવા લાગ્યું, સિંહિકામાતાની કલ્યાણકારી વાતોમાંથી તેની રુચિ ઓછી થવા લાગી.
સિંહિકાએ પણ સોદાસમાં પરિવર્તન આવેલું જોયું. તેણે સોદાસને આડાઅવળા પ્રશ્નો પૂછીને એના હૃદયને પામવા પ્રયત્ન કર્યો, પરંતુ કપટી આનંદના સહવાસમાં સોદાસની સરળતા ચોરાઈ ગઈ હતી. તેણે સિંહિકાને સાચી વાત ન કરી. બીજાં બીજાં કારણ બતાવી સિંહિકાને જવાબ આપ્યા.
બીજી બાજુ આનંદે હવે સોદાસને માંસભક્ષણ તરફ વાળવા માટે યોજના વિચારવા માંડી. તે માટે તેણે સોદાસના વિચારોનું પરિવર્તન કરવા માટે યુક્તિપૂર્વક પ્રયત્ન કરવા માંડ્યો. સોદાસમાં સિંહિકાએ જન્મથી માંડીને એવા ઊંડા સુસંસ્કારો અને વિચારો નાંખેલા હતા કે આનંદ સોદાસના વિચારોનું પરિવર્તન કરવામાં સફળ બને તે દુઃશક્ય હતું. ક્યારેક ક્યારેક આનંદ સોદાસની મીઠી મશ્કરી પણ ઉડાવતો.
એ તો ભાઈ, જ્યાં સુધી દરેક વસ્તુનો સ્વાદ ચાખ્યો હોતો નથી, ત્યાં સુધી
For Private And Personal Use Only