________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૨૧ કટારી અને બીજા હાથમાં ઢોલ લઈને તેણે ઝઝૂમવા માંડ્યું. અયોધ્યાનો એકએક જુવાન દક્ષિણાપથના પચ્ચીસ-પચ્ચીસ સૈનિકોને ભૂશરણ કરવા માંડ્યો.
નયનાનો અશ્વ સિંહિકાના અશ્વની આસપાસ ઘૂમી રહ્યો હતો. નયના સિંહિકા પરના પ્રહારોને નિષ્ફળ બનાવતી એક વીર નારીની જેમ ઝઝૂમી રહી હતી. રાજદેવ અને અલંકારદેવ સિંહિકા તરફ ધસી આવ્યા. ઉત્તર તરફ ગયેલો સહ્યાદ્રિ પણ આવી પહોંચ્યો. ત્રણેય રાજાઓ સિંહિકાને ઘેરી વળ્યા. સિંહિકા અને નયના ત્રણેયને હંફાવવા લાગ્યાં.
સહ્યાદ્રિએ ડાબી બાજુથી સિંહિકા પર ભાલાનો તી પ્રહાર કર્યો. એ જ ક્ષણે નયનાએ સહ્યાદ્રિના પ્રહારને નિષ્ફળ બનાવી એક જ વળતા પ્રહારથી સહ્યાદ્રિના ડાબા હાથને શરીરથી જુદો કરી નાખ્યો. બીજી બાજુ સિંહિકાએ રાજદેવના એકએક ઘાને નિષ્ફળ બનાવી તેને થકવી નાખ્યો. સેનાપતિ સુમુખ પણ માર માર કરતો આવી પહોંચ્યો. અલંકારદેવની સુમુખે ખબર લેવા માંડી.
એક પ્રહર વીતી ગયો હતો. રાજદેવે વિચાર્યું, “નાહક સૈન્ય ખુવાર થશે, વિજયની કોઈ આશા દેખાતી નથી.” તેણે યુક્તિપૂર્વક પોતાના અને પાછો હટાવ્યો અને ધીમેધીમે તે સૈન્યમાંથી નીકળી ગયો. તેણે અશ્વ દોડાવી મૂક્યો.
દક્ષિણાપથનું સૈન્ય ઘણું ખતમ થઈ ચૂક્યું હતું. જેટલા બઆ હતા તેમણે પણ પોતાના પ્રાણ બચાવવાનો માર્ગ લીધો. સૈન્ય પીછેહઠ કરવા માંડી. અયોધ્યાના જુવાનોમાં પણ મોટી ખુવારી થઈ હતી, છતાં કોઈ જુવાન વિજય પ્રાપ્ત કર્યા વિના પાછો હઠે તેમ ન હતો.
રાજદેવને ન જોતાં અલંકારદેવ અને સહ્યાદ્રિ પણ યુદ્ધના મેદાન પરથી અદૃશ્ય થઈ ગયા. બસ, શત્રુસેના ભાગી ગઈ જાણી સિંહિકાએ યુદ્ધ બંધ કર્યું. તેણે પોતાની આસપાસ દષ્ટિ કરી. સેનાપતિ સુમુખ અને નયનાના મુખ પર વિજયનો હર્ષ રમણે ચઢયો હતો, પરંતુ નયનાની એક આંખમાંથી રક્તની ધારા વહી રહી હતી.
નયના આ શું થયું?” કંઈક ચિંતાભર્યા સ્વરે સિંહિકાએ પૂછયું. “પ્રતીક.” “શાનું?'
અયોધ્યાના રક્ષણનું નયનાની એક આંખ ચાલી ગઈ હતી, પરંતુ તેને તેનો શોક ન હતો. તેના હૈયામાં તો વતનના જતનનો ભવ્ય હર્ષસાગર હિલોળે ચઢેલો હતો.
0 0 0
For Private And Personal Use Only