________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૦૭ અહો, આ તો ભયંકર યમદૂત છે,' આંખો પહોળી કરીને હિરણ્યગર્ભ પોતાના હાથમાં રહેલા યમદૂતને જોઈ રહ્યા.
દેવી, તમે ખરેખરા દૂતને બતાવી દીધો. યમરાજ ધસમસતો આવી રહ્યો છે. આપણે એના પર વિજય પ્રાપ્ત કરવા માટે સખત પૂર્વતૈયારી કરવી જોઈએ.'
વિદૂષી રાણી પતિના કથનનું તાત્પર્ય સમજી ગઈ, પરંતુ સમજતાં જ એના કોમળ દેહમાં એક આછી કંપારી પ્રસરી ગઈ. હિરણ્યગર્ભ તે કળી ગયો.
ભય લાગ્યો દેવી?' ‘ભય તો નહિ, પરંતુ....'
આ તો અયોધ્યાના કુળની, અનંતકાળથી સતત ચાલી આવતી, પરમપવિત્ર પરંપરા છે! મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાની અને તે માટે સંસાર ત્યજી સાધુતા-સ્વીકારની!'
મગાવતી મૌન રહી. પરંતુ તેના ચિત્તમાં એક પછી એક અનેક પ્રશનોની હારમાળા ઊઠી, કારણ કે તે વિદૂષી હતી, એક મહાન દેશની પટરાણી હતી.
નાથ, શું મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે?' હિરણ્યગર્ભ મૃગાવતીની સામે જોઈ રહ્યો. પછી તેણે પોતાની બંને આંખો બંધ કરી લીધી અને તે પોતાની આત્મભૂમિ પર પહોંચી ગયો, કે જ્યાં જ્ઞાનનો પ્રકાશ છે, વિવેકનું અજવાળું છે. રાજાને પ્રકાશ પ્રાપ્ત થયો. દીર્ઘકાળના રંગરાગભર્યા જીવનમાં જે આનંદ નહોતો અનુભવ્યો તે આનંદ તેને આ જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થતાં થયો. તેણે આંખો ખોલી, મૃગાવતીની સામે જોયું.
દેવી, શું મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યા વિના અનંત, અપાર અને અક્ષય સુખ મળી શકે એમ છે?” હિરણ્યગર્ભે સામો પ્રશ્ન પૂછ્યો.
શું સંસારનાં આ સુખોમાં કોઈ ખામી છે? આનો ત્યાગ કરવાની શી જરૂર છે?'
“ક્યા સુખમાં ખામી નથી? ખાવાના, પીવાના, પહેરવાના ભોગવવાના, સત્તાના, શ્રીમંતાઈના... ક્યા સુખમાં સ્વાધીનતા છે? ક્યા સુખમાં અક્ષયતા છે? ક્યાં સુખમાં નિર્ભયતા છે?”
ત્યારે શું સંસારનાં તમામ સુખોમાં પરતંત્રતા, ક્ષયશીલતા અને ભયપ્રદતા છે?
For Private And Personal Use Only