________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૫ દેહ પરથી સાવ મમત્વશૂન્ય બની ગયેલા મહાત્મા સુકોશલ, જ્યારે તેમનો દેહ વાઘણથી વિદારાતો હતો ત્યારે, ધર્મધ્યાનમાંથી ફલધ્યાનમાં આરૂઢ બન્યા.. ધ્યાનાગ્નિમાં ઘાતકર્મો હોમાઈ ગયાં. કૈવલ્ય પ્રગટ થયું.... અઘાતિકર્મો પણ પૂર્ણ થઈ ગયાં અને તેમનો આત્મા અનંત સિદ્ધ ભગવંતોના સહવાસમાં જઈને બેસી ગયો.
માત્ર કોરાં હાડકાંને ત્યાં મૂકી, દારૂ ણ વૈરભાવનાને સંતોષી વાઘણ ત્યાંથી ચાલી ગઈ.
મહાત્મા કીર્તિધરને પણ ધ્યાનની ધારામાં કેવળજ્ઞાન પ્રગટ થયું. કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમણે પુત્ર સુકોશલને અનંતના ધામમાં પૂર્ણ સુખમાં મહાલતો જોયો.
૦
૦
૦.
For Private And Personal Use Only