________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
જેન રામાયણ
મને લાગે છે કે મહારાજા રાજર્ષિ પાસેથી પાછા નહીં આવે.” હું?' સહદેવીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં.
માતાજી, આપ ચિંતા ન કરી. શોક ન કરો, અયોધ્યાના રાજ કુળની આ તો અનંતકાળથી ચાલી આવતી રીતિ છે!”
પરંતુ રાજ્યસિંહાસન ખાલી પડે તેનું શું?”
બસ, તેમને રોકવા માટેનો આ એક જ ઉપાય છે. તેમની સામે આ પ્રશ્ન મૂકીએ અને રોકાઈ જાય તો જુદી વાત.”
તો પછી આપ સહુ તરત જ જાઓ અને સમજાવો.”
મહામંત્રી રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારીઓને લઈને રાજર્ષિ કિર્તિધરની પાસે પહોંચ્યા. તેમની પાછળ અયોધ્યાનાં હજારો સ્ત્રી પુરૂષો પોતાના પ્રિય રાજર્ષિનાં દર્શન કરવા દોડી ગયાં.
સહુ ગયો પરંતુ સહદેવી ન ગઈ. એનું ચિત્ત દ્વેષની જ્વાલાઓથી સળગી ઊર્યું હતું... રાજર્ષિ કીર્તિધર પર તેણે મનોમન ભારે રોષ ઠાલવ્યો. પરંતુ એ રોષનો અગ્નિ કીર્તિધરને કંઈ જ ન કરી શક્યો. બલકે સહદેવીની સમતાસમાધિને ભરખી ગયો.
શું કરું? રાજર્ષિને તો મેં નગર બહાર કઢાવી મૂક્યા, પરંતુ છોકરો જ બુદ્ધિ વિનાનો હોય અને કૃતઘ્ન હોય તેનું શું થાય? એ મૂર્ખને મારો વિચાર પણ આવતો નથી. મેં એને સહાય કરી. એને સારામાં સારી કન્યા શોધીને પરણાવ્યો, આ બધા ઉપકારો તે ભૂલી ગયો અને સાધુ બની જવા હાલી નીકળ્યો..” સહદેવીની આંખમાંથી આગ વરસવા લાગી. તેણે દાંત પીયા. બે હાથને જોરથી દાખ્યા. રાજર્ષિ કીર્તિધરને અને રાજા સુકોશલને જાણે પીસી નાંખવાની દૃષ્ટિ વાસનામાં રમી રહી.
રાગ અને દ્વેષની કેવી ક્રૂર રમત ચાલી રહી છે! ક્ષણો પહેલાં જે પુત્ર પરના સ્નેહને વશ બની પોતાના પતિ રાજર્ષિને નગર બહાર કાઢી મુકાવ્યા તે જ પુત્ર પર અત્યારે તે વિચારો સિવાય કંઈ જ કરી શકવા સમર્થ નથી માટે એટલેથી અટકી... બાકી જો સંયોગો હોય તો રાગ અને દ્વેષ જીવ સાથે ઘોરદારૂણ વર્તાવ કરાવતાં અચકાય નહીં.
ચિત્રમાલા રથમાં બેસીને પરિવાર સાથે ઝડપથી નગર બહાર આવી પહોંચી. વટવૃક્ષને થોડે દૂર રથ થંભાવી, ચિત્રમાલા નીચે ઊતરીને મર્યાદાપૂર્વક વિનયસહિત
For Private And Personal Use Only