________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ
૯૧૫ કરી ઊભો રહ્યો. તેનું શરીર કંપી રહ્યું હતું. મુખ સફેદ પડી ગયું. શરમનો માર્યો તે લક્ષ્મણજી સામે આંખ ઉઠાવીને પણ જોઈ ન શકયો.
અરે વાનર, તું તો કૃતકૃત્ય થઈ ગયો કે કેમ? અંતઃપુરના આનંદમાં પોતાના વચનને પણ ભૂલી ગયો? મારા સ્વામી વૃક્ષોની નીચે નિઃસાસા નાખતા દિવસો વ્યતીત કરે અને તું.'
સુમિત્રાનંદન મને ક્ષમા..” ક્ષમા? શાની ક્ષમા? દેવી સીતાનું અપહરણ કરનાર કોણ છે? ને દેવીને ક્યાં રાખી છે? એ સમાચાર જ્યાં સુધી..”
હું હમણાં જ એ કાર્યનો આરંભ...' “જો ન કર્યો તો સાહસગતિના માર્ગે તને પણ મોકલીશ, સમજ્યો?' લક્ષ્મણજી રોષથી સળગી રહ્યા હતા.
મને ક્ષમા કરો સ્વામી; હું આપેલ વચનને ભૂલી ગયો, મારો મોટો અપરાધ થયો. શ્રી રામ ઉદ્યાનમાં બિરાજેલા છે, એ હું ભૂલી ગયો. મારા અપરાધને માફ કરો. સુગ્રીવ લક્ષ્મણજીનાં ચરણોમાં પડી ગયો અને ત્યાંથી લક્ષ્મણજીની સાથે ઉદ્યાનમાં શ્રી રામનાં ચરણોમાં ભક્તિપૂર્વક ઉપસ્થિત થયો.
બીજી બાજુ ભામંડલ પણ સીતાના અપહરણના સમાચાર મળતાં જ અતિ દુઃખી બની ગયો હતો. તે શ્રી રામ પાસે આવી પહોંચ્યો હતો.
વિરાધ પણ પોતાના સૈન્ય સાથે શ્રી રામની સેવામાં ઉપસ્થિત થઈ ગયો હતો.
સુગ્રીવે પોતાના સૈન્યને ચારે દિશામાં તપાસ માટે મોકલી દીધું અને ખુદ કપીચર પણ સીતાજીની પરિશોધમાં નીકળી પડ્યા.
0
0
0
For Private And Personal Use Only