________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
ફe૭ સેનાપતિએ અવકાશયાનને ચાલુ કર્યું. અલ્પ સમયમાં જ તેઓ કિષ્કિન્ધપુરમાં આવી પહોચ્યા. શ્રી હનુમાન ઇન્દ્રપુરી સમાન કિષ્કિન્ધપુરની દુર્દશા જોઈ ખુબ વ્યથિત થયા. સુભટોનાં મૃતકોથી નગરના માગાં ભરાયેલા હતા. અશ્વો અને હસ્તીઓનાં મડદાં ગીધ અને કાગડાઓ ચૂંથતાં હતાં. રથોના ભંગાર, શસ્ત્રોનાટુકડાઓના ઢગલા ખડકાઈ ગયા હતા.
સૂર્યોદય થયાં, બનાવટી સુગ્રીવ શસ્ત્રસજ્જ બની હુંકાર કરતો, ભૂમિને કંપાવતો આવી પહોંચ્યો. સાચા સુગ્રીવ પણ તૈયાર જ ઊભો હતો. સંગ્રામ જામી ગયો. શ્રી હનુમાન પણ શસ્ત્રસજ્જ બની ઊભા હતા. તેમણે બંને સુગ્રીવને જોયા. તેઓ મૂંઝાયા: ‘કોનો વધ કરું? કોણ સાચા ને કોણ બનાવટી? જરાય ફરક દેખાતા નથી. હનુમાન કિંકર્તવ્યમૂઢ બની ઊભા રહી ગયા. બનાવટી સુગ્રીવે સખત હુમલો કર્યો. ગદાનો પ્રહાર કરી સાચા સુગ્રીવને ભૂમિ પર પછાડી દીધા. સાચો સુગ્રીવ મૂચ્છિત થઈ ગયો. થોડી ક્ષણોમાં મૂચ્છ દૂર થતાં તે ઊભો થયો અને બનાવટી સુગ્રીવ પર ધસી ગયો, પરંતુ તે થાકી ગયો હતો. બનાવટી સુગ્રીવ પુનઃ ગદા પ્રહાર કરી દીધો. સાચાં સુગ્રીવ ભૂમિ પર ફસડાઈ પડ્યો, બનાવટીએ ઉપરાઉપરી બે-ચાર પ્રહાર કરી દીધા. સુભટાં મૃતિ , લોહી નીતરતા સુગ્રીવને છાવણીમાં લઈ ગયા. શ્રી હનુમાન જતા જ રહી ગયા. તેમને કંઈ સૂઝ ન પડી. તેઓ ચંદ્રરશ્મિને જઈ મળ્યા. ચંદ્રરશ્મિએ શ્રી હનુમાનને જોઈ નમન કર્યું.
યુવરાજ, પરિસ્થિતિ બહુ ગૂંચવણભરી બની ગઈ છે. શું કરવું, સમજાતું નથી.' “પૂજ્ય, જ્યાં સુધી સાચી પરિસ્થિતિ સામે ન આવે ત્યાં સુધી હું તો અંત:પુરનો રક્ષક બની ઊભો છું. કોઈને અંતઃપુરમાં નહિ પ્રવેશવા દઉં.”
સત્ય છે કુમાર, બીજો કોઈ માર્ગ દેખાતો નથી.'
શ્રી હનુમાન નિરાશ થઈ ગયા. તેઓ હજુપુર ચાલ્યા ગયા. બનાવટી સુગ્રીવ અંત:પુર તરફ ગયો. તારા-રાણીને ભેટવા તલસી રહ્યો હતો. ચંદ્રરશ્મિએ તેને માર્ગમાં જ આંતયો, બંને વચ્ચે તુમુલ યુદ્ધ જામી ગયું. ચન્દ્રરશ્મિએ કામાંધ સુગ્રીવને ભૂમિ પર પછાડી દઈ તેના પર કટારી ધરી દઈ કહ્યું:
બોલ, પરલોક પહોંચાડી દઉં? દુષ્ટ અંતઃપુરમાં પ્રવેશ કરવો છે?' “અરે, મને છોડી દે કુમાર, તું મારી હત્યા કરીશ? હું જ સાચાં સુગ્રીવ છું...' 'તું સાચો છે કે ખોટો, તેનો નિર્ણય કયાં થયો છે?' પણ તું મને જીવતો છોડ કુમાર, હું હવે નહીં આવું.”
For Private And Personal Use Only