________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯િ૦૪
સુગ્રીવનું સંકટ નિર્ણય કહી દીધો. બનાવટી સુગ્રીવ ક્રોધથી ધૂંઆપૂંઆ થઈ ગયો; તેણે કમરેથી પોતાનું ખડગ ખેંચી કાઢયું ને ચન્દ્રરશ્મિ પર ધસ્યો.
‘ત્યાં જ ઊભા રહો, એક કદમ પણ આગળ વધશો તો પ્રાણ ખોઈ બેસશો.' ચન્દરમિએ ધનુષ્યનો ટંકાર કરતાં બનાવટી સુગ્રીવને લલકાર્યો.
મંત્રીઓ, સૈન્યના સેનાપતિઓ, દંડનાયકો, આજ્ઞાવર્તી સામંત રાજાઓ, સહુ ભેગા થયા. ખૂબ વિચાર્યું, પરંતુ સાચા-બનાવટીનો ભેદ કોઈ ન કરી શકયું. અંદર અંદર ભિન્ન મતો પડ્યા. અડધા સાચાના પક્ષે ભળ્યા, અડધા ખોટા-બનાવટીના પક્ષે ભળી ગયા.
બનાવટી સુગ્રીવને ચન્દ્રરશ્મિએ અંતઃપુરમાં ના ધૂસવા દીધો તેથી ક્ષણભર તો એ નિરાશ થઈ ગયો. પરંતુ તેણે ચન્દ્રરશ્મિને દૂર કરવા; તીરોની વર્ષા શરૂ કરી. ચન્દરમિએ એનો વળતો જવાબ આપી એક એક તીરને નાકામિયાબ બનાવી દીધું અને બનાવટી સુગ્રીવ પર ખડગ સાથે ધસી ગયો. બંને વચ્ચે ખૂનખાર જંગ જામી ગયો.
ચન્દ્રરશ્મિને પરાજિત કરવો એ કપટી સુગ્રીવ માટે દુઃસાધ્ય કાર્ય હતું. તે ત્યાંથી ભાગી છૂટયો. ચન્દ્રરશ્મિ પુનઃ અંતઃપુરના દ્વારે અડગ બની ઊભો રહી ગયો. મંત્રીઓ ચન્દ૨મિને આવીને મળ્યા. “મહારાજકુમાર, પરિસ્થિતિ એવી જટિલ બની ગઈ છે કે સૂઝ પડતી નથી.'
“જ્યાં સુધી સત્ય હકીકત સામે ન આવે ત્યાં સુધી હું બેમાંથી કોઈને પણ અંતઃપુરમાં પ્રવેશવા નહિ દઉં.'
‘આપની વાત બરાબર છે, પરંતુ બેમાંથી સાચું કોણ ને બનાવટી કોણ, એનો નિર્ણય કેવી રીતે કરવો? પરિસ્થિતિ વધુ વણસતી જાય છે; બંને પક્ષે અડધું-અડધું સૈન્ય વહેંચાઈ ગયું છે; અને યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વાનરદ્વીપના સુભટો અરસ-પરસ યુદ્ધ કરી વિનાશ નોતરશે.” મહામંત્રીએ ગંભીર દુઃખી સ્વરે કહ્યું.
મહામંત્રી, યુદ્ધ થવાનું. એને નિવારી શકાય એમ નથી. સત્ય સુગ્રીવ પોતાનું સત્ય સિદ્ધ કરવા ઝઝૂમશે અને બનાવટી સુગ્રીવ પોતાની કૂટ-યોજના પાર પાડવા લડી લેશે, પરંતુ આપ નિશ્ચિત રહો. સત્યનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી અંતઃપુર પર વાલીપુત્ર કોઈનો અધિકાર નહિ થવા દે. એ સિવાય શું કરે? કોનો પક્ષ લઉં? પક્ષ લેવામાં કદાચ સત્ય સુગ્રીવ માર્યો જાય તો?'
કિષ્કિન્ધપુરની ગલી-ગલીમાં યુદ્ધ ફાટી નીકળ્યું. બંને સુગ્રીવ પોતાના પક્ષે
For Private And Personal Use Only