________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
રાજર્ષિ કીર્તિધર તેને છુપાવી દેવા માટે દાસીને ઇશારો કર્યો. દાસીએ તરત પુત્રને લઈને મહેલના છૂપા ભોંયરામાં મૂકી દીધો અને પોતે પણ ત્યાં જ રહી.
આ બાજુ સહદેવીએ મહારાજાને કહેવરાવી દીધું કે પુત્ર જન્મતાં જ મૃત્યુ પામ્યો છે. કીર્તિધરને સમાચાર મળતાં તે તરત જ અંતઃપુરમાં આવ્યા. સહદેવીના મુખ પરના ભાવોને જોતાં કીર્તિધરના ચિત્તમાં શંકા જાગી. તેમણે પૂછ્યું:
દેવી, ક્યાં છે એ મૃતપુત્ર?' એને તો દાસી લઈ ગઈ..' કઈ દાસી?' સુનંદા.” મહારાજા સહદેવીના ખંડમાંથી બહાર નીકળીને મહેલને દરવાજે ઊભેલા ધારરક્ષકોની પાસે આવ્યા?
અહીંથી સુનંદા ક્યારે બહાર ગઈ?” “કૃપાનાથ! આજ આખી રાત અને સવારથી અત્યાર સુધી સુનંદા બહાર ગઈ નથી.’ “બીજું કોઈ હાથમાં નાના બાળકને લઈને બહાર ગયું છે ખરું?
ના જી.” ક્ષણભર કંઈક વિચારી લઈ મહારાજા પુનઃ મહેલમાં આવ્યા અને અંતઃપુરની બીજી દાસીઓને બોલાવી:
સુનંદા કેમ નથી દેખાતી?' મહારાજાએ પૂછયું. “એ મહારાણીના કોઈ કામે ક્યાંક ગઈ છે. ક્યાં ગઈ છે તે અમને કહ્યું નથી.”
એને જતાં કોઈએ જોઈ છે?” ‘ત્યાં એક દાસી બોલાવાની ઇચ્છા કરતી હતી, પરંતુ બોલી શકતી ન હતી. મહારાજાએ એના મુખ પરના હાવભાવ પરથી કળી જઈને કહ્યું:
તું ગભરાઈશ નહિ. મારા તરફથી તને અભય છે. જે હોય તે કહે.”
કૃપાનાથ! મેં સુનંદાને જતી તો જોઈ નથી. પરંતુ મહાદેવી તેને પુત્રરત્ન આપતાં હતાં. રાજકુમાર રોતા હતાં. સુનંદા તેમને લઈને મહેલમાં જ ક્યાંક અદૃશ્ય થઈ ગઈ છે!'
બસ, મહારાજાને પરિસ્થિતિ સમજાઈ ગઈ. દાસીઓને વિદાય કરી તેઓ
For Private And Personal Use Only