________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૫
જૈન રામાયણ
હે નરવર, એ મ્લેચ્છનો અધિપતિ પૂર્વભવમાં મૃગ હતો. અને ઉદિતમુદિતના જીવ ખેડૂત હતા. એમણે એ મૃગને શિકારી પાસેથી છોડાવ્યો હતો!' બરાબર પ્રભુ! પછી શું થયું?'
‘બંને મુનિવરો સંમેતશિખર પહોચ્યા. દીર્ઘકાળ સુધી વિચરી, કાળધર્મ પામ્યા અને દેવલોકમાં ગયા.
વસુભૂતિનો જીવ જે પલ્લીમાં મ્લેચ્છ થયો હતો, મરીને જ્યોતિષ દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને અરિષ્ટપુર નગરમાં પ્રિયવંદ રાજાની રાણી કનકપ્રભાની કુક્ષિએ તે પુત્રરૂપે જન્મ્યો. એનું નામ અદ્ધર.
ઉદિત - મુદિતના જીવ દેવલોકમાંથી એ જ રાજાની રાણી પદ્માવતીની કુક્ષિએ અવતર્યા! રત્નરથ અને ચિત્રરથના નામે તેઓ પ્રસિદ્ધ થયા.
અનુદ્ધ૨ને રત્નરથ અને ચિત્રરથ ૫૨ ઈર્ષ્યા - દ્વેષ રહ્યા કરતાં, પણ શું ચાલે એનું! અધૂરામાં પૂરું રાજાએ રત્નરથને રાજગાદી સોંપી ચારિત્ર લીધું; તેઓ અનશન કરી સ્વર્ગે સિધાવ્યા.
અનુદ્ઘર એક રાજકન્યા ‘શ્રીપ્રભા’ પર મોહિત થયો. તેણે એ કન્યાના પિતા રાજા પાસે એની માગણી કરી. પણ રાજાએ એને પોતાની કન્યા ન આપતાં રત્નરથ રાજા સાથે લગ્ન કર્યાં.
અનુદ્ધ રાજ્ય ત્યજી લૂંટારો બન્યો. રત્નરથની ભૂમિ પર લૂંટફાટ કરવા માંડ્યો. રત્નરથે તેને જીવતો પકડી નરકની વેદનાઓ ચખાડતાં તે તાપસ બની ચાલી નીકળ્યો.
તેણે તપ ક૨વા માંડ્યું, પરંતુ તેની વિષયવાસના શાંત ન થઈ. તેણે સ્ત્રીસંગ કર્યો, તપશ્ચર્યા પર પાણી ફેરવ્યું. મરીને તે ઘણા ભવ સુધી ભટક્યો.
વળી તેને એક ભવ મનુષ્યનો મળ્યો. એ ભવમાં તે તાપસ થયો, તે અજ્ઞાન તપ તપી મર્યો અને જ્યોતિષ દેવલોકમાં દેવ થયો. એ જ આ અનલપ્રભદેવ! જેને તમે હમણાં ભગાડી મૂક્યો!
રત્નરથ અને ચિત્રરથે ચારિત્ર લીધું. ત્યાંથી દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવન થયું. સિદ્ધાર્થપુર.
ક્ષેમંકર રાજા, વિમલદેવી રાણી.
રાણીની કુક્ષિએ એ બે જીવો અવતર્યા. એકનું નામ કુલભૂષણ, તે હું! બીજાનું નામ દેશભૂષણ, તે આ!'
For Private And Personal Use Only