________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૭૩
વભૂતિને અને ઉપયોગાનો પ્રેમ આગળ વધતો ગયો. અમૃતસ્વર આ પ્રેમપરિચયથી બિલકુલ અપરિચિત રહ્યો. બીજી બાજુ ઉપયોગાએ પોતાના પતિનું કાસળ કાઢવા વસુભૂતિને તૈયાર કર્યો. વસુભૂતિ એ માટેનો અવસર શોધવા લાગ્યો. એ અરસામાં અમૃતસ્વરને રાજાની આજ્ઞાથી વિદેશ જવાનું થયું. વસુભૂતિ પણ સાથે જવા તૈયાર થયો.
બંને મિત્રોએ વિદેશની વાટ પકડી. એકનું હૃદય વિશુદ્ધ મિત્રસ્નેહથી ભરેલું હતું. એકનું હૃદય મિત્રદ્રોહની પાપવાસનાથી ખદબદતું હતું.
રાત્રિના સમયે બંને મિત્રોએ એક વનમાં વાસ કર્યો. અમૃતસ્વર પોતાનાં શસ્ત્ર બાજુએ મૂકી, વસુભૂતિને જાગતા રહેવાનું કહી, સૂઈ ગયો. વસુભૂતિના મનમાં પાપ જાગ્યું. તેણે અમૃતસ્વર પર તલવાર ઉપાડી અને કારમો ઘા કર્યો. તલવાર લોહીથી રંગાઈ ગઈ. અમૃતસ્વરનું શિર છેાઈ ગયું.
તલવારને ત્યાં જ ફેંકી દઈ વસુભૂતિ પદ્મિની નગરીમાં પાછો આવ્યો. લોકોએ એને પૂછ્યું:
‘અમૃતસ્વરને છોડી તું એકલો કેમ પાછો આવ્યો?’
કપટી ઘાતકી વસુભૂતિએ કહ્યું: ‘અમૃતસ્વરે મને વચ્ચેથી પાછો વાળ્યો ને એકલો જ આગળ વધ્યો. તેથી હું પાછો આવ્યો.'
વસુભૂતિ સીધો ઉપયોગા પાસે આવ્યો. ઘરમાં ઉપયોગા એકલી હતી. તેણે ઉપયોગાને કહ્યું.
‘કામ પતાવી દીધું છે. હવે અમૃતસ્વર ક્યારેય પાછો નહિ આવે!'
ઉપયોગા વસુભૂતિને વળગી પડી.
‘બહુ સરસ કર્યું...માર્ગમાંથી કાંટો દૂર થયો!'
બંનેએ પોતાની પાશવી વૃત્તિને સંતોષી.
પરંતુ ત્યાં ઘરમાં ઉદિત-મુદિત ભાઈઓએ પ્રવેશ કર્યો. વસુભૂતિએ કૃત્રિમ વાત્સલ્ય બતાવતાં ઉદિત-મુદિતને એના પિતાના પરદેશગમનના સમાચાર આપ્યા અને પોતાને પાછો વાળી, અમૃતસ્વર એકલો જ વિદેશ ગયો વગેરે વાતો કરી, એ પોતાને ઘેર આવ્યો.
અચાનક પુત્રો ઘરમાં આવી જવાથી ઉપયોગા ધૂંધવાઈ ગઈ. તેને લાગ્યું કે ‘મારા સ્વૈરવિહારમાં આ પુત્રો અંતરાયરૂપ છે.' તેણે વસુભૂતિને ખાનગીમાં કહ્યું: ‘હું તારા ઘેર આવીશ. તારે અહીં ન આવવું.’
For Private And Personal Use Only