________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૫૮
અવનવી ઘટનાઓ
‘આર્યપુત્ર, આપ અહીં વિશ્રામ કરો; હું નગરપરિભ્રમણ કરી આવું. જો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપની આજ્ઞા...'
શ્રી રામની અનુજ્ઞા લઈ લક્ષ્મણજીએ ક્ષેમાંલ નગરમાં પ્રવેશ કર્યો. ક્ષેમાંજલિ સમૃદ્ધ નગર હતું. સ્વચ્છ રાજમાર્ગો, ભવ્ય અને શિલ્પયુકત હવેલીઓ, સભ્ય નગરજનો જોઈ લક્ષ્મણજીનું મન પ્રસન્ન થયું. તેઓ રાજમહાલયની નિકટ પહોંચ્યા, ત્યાં ચાર માણસો ઢોલ વગાડી મોટા અવાજે એક ઘોષણા કરતા હતા.
‘જે મહારાજ શત્રુદમનનો શક્તિપ્રહાર સહન કરશે તેને રાજા પોતાની કન્યા પરણાવશે.’
લક્ષ્મણજીને કૌતુક થયું. તેઓ ઘોષણા કરનાર પાસે ગયા અને પૂછ્યું: ‘હે પુરુષ, આ ઘોષણાનું પ્રયોજન મને સમજાવીશ ?'
ઘોષણા કરનારે લક્ષ્મણજી સામે જોયું; એને ‘આ કોઈ મહાપુરુષ છે.’ એમ લાગ્યું. એણે પ્રત્યુત્તર આપ્યો:
‘હે મહાપુરુષ, આ નગરમાં મહારાજા શત્રુદમન પ્રજાવત્સલ રાજા છે. તેમને ‘જિતપદ્મા’ નામની એકની એક કન્યા છે. જિતપદ્માનું રૂપ-લાવણ્ય અને કલા અદ્ભુત છે. જિતપદ્મા યૌવનમાં પ્રવેશી છે, તેને યોગ્ય વરની પસંદગી કરવા માટે આ પ્રયોગ યોજવામાં આવ્યો છે.’
‘શું આજ સુધીમાં આ ઘોષણાને ઝીલનાર કોઈ વીરપુરુષ મળ્યો નથી?'
‘નહીં જી.’
‘તું મને મહારાજા શત્રુદમન પાસે લઈ જા.'
‘પધારો.'
લક્ષ્મણજીએ શત્રુદમન રાજાની સભામાં પ્રવેશ કર્યો. ઘોષક પુરુષે મહારાજાને પ્રણામ કરી નિવેદન કર્યું.
‘હે પ્રજાપતિ રાજેશ્વર, આ કોઈ વીરપુરુષે આપના નગરમાં આવી, ઘોષણાને સાંભળી, આપનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.’
રાજા શત્રુદમને લક્ષ્મણજી સામે જોયું. સભાસદોએ પણ આશ્ચર્ય, કુતૂહલ અને ઉત્સુકતાથી લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજી સ્વસ્થ ચિત્તે, અનિમેષ નયને રાજા સામે ઊભા હતા.
‘તમે કોણ છો? અહીં આવવાનું પ્રયોજન શું છે?’ રાજાએ પૂછ્યું. ‘હું અયોધ્યાપતિ મહારાજા ભરતનો દૂત છું. મારા કોઈ પ્રયોજનાર્થે અહીંથી
For Private And Personal Use Only