________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૪
વિજયપુરમાં રાજન, તમે અહીં જ રહો, તમારું સૈન્ય પણ ભલે અહીં જ રહ્યું, ત્યાં આવવાની જરૂર નથી. હું જ ત્યાં જઈશ અને યથોચિત કરીશ.' રાજા મહીધર શ્રી રામની સામે જોઈ રહ્યા. કંઈક વિચારીને બોલ્યા:
આપની ઇચ્છા એ જ મારી ઇચ્છા. આપ જે કહો છો તે ઉચિત છે. પરંતુ મારી વિનંતિ છે કે આપ મારા પરાક્રમી પુત્રોને અને સૈન્યને લઈ પધારો.' એવમસ્તુ' શ્રી રામે મહીધરની વિનંતી માન્ય રાખી.
૦ ૦ ૦ નંદ્યાવર્તનગર, લીલુંછમ ઉદ્યાના સૈન્ય સાથે શ્રી રામ-લક્ષ્મણે ઉદ્યાનમાં પડાવ નાખ્યો. રાત ત્યાં પસાર કરી પ્રભાતે નગરમાં જવાનું વિચાર્યું.
મધ્યરાત્રિનો સમય હતો. દક્ષિણનો વાયુ તન-મનના થાક હરતો હતો ઉદ્યાનમાં સુગંધી પુષ્પોની સુવાસ ઉલ્લાસ પ્રેરતી હતી. શ્રી રામ અને લક્ષ્મણજી પાસેપાસે આડા પડી શરીર-ખેદ દૂર કરતા હતા. ત્યાં અચાનક તેમની સામે એક પ્રકાશપુંજ પથરાયો. દિવ્ય અને પ્રતાપી, એ પ્રકાશપુંજમાંથી એક દિવ્યાકૃતિ પ્રગટ થઈ, એ હતા ક્ષેત્રદેવ!
એ રમણીય ઉદ્યાનના અદૃશ્ય રક્ષક હતા. આજે એમણે જોયું કે મારે ઘેર મહાપુરુષો અતિથિ બનેલા છે. તેઓ સ્થૂલ દેહે પ્રગટ થયા. તેમણે શ્રી રામને પ્રણામ કર્યા: "હે મહાભાગ, આપ મારા માનવંતા અતિથિ છો. હું આપનું સ્વાગત કરું છું.” આપ કોણ છો?” શ્રી રામે પૂછ્યું. ક્ષેત્રદેવ, આપની હું શી સેવા કરું? આપનું શું અભીષ્ટ કરું? અમારે કોઈ કામ નથી, આપના ઉદ્યાનમાં અમને કોઈ પ્રકારની અશાતા નથી.”
તમે કહ્યું તે સત્ય છે; પરંતુ મારી અભિલાષા છે કે હું કંઈક ઉપકારક કામ કરું. આપના સૈન્યને સ્ત્રી બનાવી દઉં! આપને બંનેને પણ અતિ રૂપવતી સ્ત્રીઓ બનાવી દઉં.' ક્ષેત્રદેવની વાત સાંભળી શ્રી રામ અને લક્ષ્મણજીને કુતૂહલ થયું, આશ્ચર્ય થયું. એમ શા માટે કરવા માગો છો?'
અન્યાયી અતિવીર્યને શિક્ષા કરવા! સ્ત્રી – સૈન્યના હાથે એ ઘમંડી રાજાને પરાજય થશે... દેશ - વિદેશમાં એની અપકીર્તિ થશે!”
For Private And Personal Use Only