________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૪૫ આપ આજ્ઞા કરો, અમે એ મહામાનવોનું કેવી રીતે સ્વાગત કરીએ?'
એ વટવૃક્ષ જે અટવીમાં છે, તે અવી એક સુરમ્ય નગરમાં બદલી નાખો. નવ યોજન લાંબી અને બાર યોજન પહોળી નગરી બનાવો. ઉત્તમ પાષાણથી ઉત્તુંગ પ્રાસાદોનું નિર્માણ કરો. રત્નોના રાજમાર્ગો બનાવો. મનોહર બજાર ખડા કરો, કે જ્યાં વિશ્વની સર્વ વસ્તુઓ મળી શકે અને એ નગરીનું નામ આપવાનું રામપુરી. આજની રાતમાં નગરીનું નિર્માણ થઈ જવું જોઈએ.”
જેવી સ્વામીની આજ્ઞા.” દિવ્યશક્તિના ધરનારા અસંખ્ય યક્ષો માટે એક નગરીનું નિર્માણ કરવું અશક્ય ન હતું. રાત-રાતમાં ઘોર અટવી મનોહર નગરીમાં બદલાઈ ગઈ! જ્યારે શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી નિદ્રાધીન હતાં! ગોકર્ણ યક્ષરાજે ત્રણેય પર અવસ્થાપિની' નિદ્રા-પ્રયોગ કરેલો હતો.
પ્રભાતે વિણાધારી ગોકર્ણ યક્ષરાજ વટવૃક્ષ પાસે આવ્યા. અવસ્વાપિની નિદ્રાનો પ્રયોગ સંહરી લીધો. શ્રી રામ જાગ્રત થયા. તેમના કાને મંગલ વાજિન્ટોના માંગલિક સૂર સંભળાયા, સામે વીણાધારી યક્ષરાજ દેખાયા અને ચારે બાજુ મહેલો, ઉદ્યાનો અને માર્ગો...! રાત્રે શયન સમયે આમાંનું કંઈ ન હતું અને પ્રભાતે આ બધું ક્યાંથી? શું કોઈ દવે, વ્યંતરે કે યોગસિદ્ધ પુરુષે અમને ઉપાડીને બીજે ક્યાંય મૂકી દીધા! શ્રી રામ કલ્પનામાં આગળ વધે તે પૂર્વે જ વીણાધારી ગોકર્ણ યક્ષરાજે શ્રી રામને કહ્યું:
સ્વામિનું, તમે મારા અતિથિ છો, મારું નામ છે ગોકર્ણ યક્ષ. આપના આતિથ્ય માટે મેં અહીં નગર વસાવ્યું છે. આપ જે વટવૃક્ષ નીચે નિવાસ કર્યો હતો એ જ સ્થાને આપ છો. હું મારા પરિવાર સાથે દિનરાત આપની સેવામાં છું. આપ આપની ઇચ્છા મુજબ અહીં જેટલો સમય રહેવા ચાહ, કૃપા કરીને રહો.”
સીતાજી અને લક્ષ્મણજી પણ જાગ્રત થયાં હતાં. યક્ષરાજના ભક્તિ-આતિથ્યથી સહુ પ્રસન્ન બન્યાં. શ્રી રામે યક્ષરાજને કહ્યું :
‘તમારો અતિથિ-સત્કાર ધન્યવાદપાત્ર છે. અમે અહીં ચાતુર્માસ-વર્ષાકાલ વિતાવીશું.'
૦ 0 0 ભારે નિર્ધનતા. મોટી ક્રોધાભ્યતા! બ્રાહ્મણ કપિલ ખભે કુહાડો ભેરવી, યજ્ઞ માટે લાકડાં કાપવા આ અટવીમાં
For Private And Personal Use Only