________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧
જૈન રામાયણ સેનાપતિએ જોયું :
બે પુરુષો અને એક સ્ત્રી, ચાલીને આવી રહ્યાં છે. સ્ત્રીનું અનુપમ રૂપ-સૌન્દર્ય જોઈ મ્યુચ્છ સેનાપતિ મોહિત થઈ ગયો. તેણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી:
આ બે પથિકોને ભગાવી દો અથવા નાશ કરો, તેમની સાથે જે સ્ત્રી છે, તે મારે માટે લઈ આવો.”
સૈનિકો શ્રી રામ તરફ દોડી આવવા લાગ્યા. લક્ષ્મણજીએ સેનાપતિનો આદેશ સાંભળ્યો. તેઓ રોષથી ધમધમી ઊઠ્યા. શ્રી રામને કહ્યું:
આપ અહીં આર્યા સાથે ઊભા રહો. આ કૂતરાઓને હું ભગાડી આવું છું.”
મ્યુચ્છ સૈનિકો તીણ શસ્ત્રોના પ્રહાર કરતા દોડી આવતા હતા. લક્ષ્મણજી સામે દોડ્યા. ધનુષ્યનો ટંકાર કર્યો, અધિજ્યાને ખેંચી. ધનુષ્યનો પ્રચંડ ટંકાર સાંભળી મ્લેચ્છ સૈન્યમાં સન્નાટો છવાઈ ગયો. જેમ સિંહનાદથી હરણિયાં કંપી ઊઠે તેમ પ્લે સૈનિકો ત્રાસી ઊઠડ્યા. યુવાન સેનાપતિ લક્ષ્મણજી સામે જોઈ રહ્યો. ‘જેના ધનુષ્યનો ટેકાર મહાકાળનું ભીષણ સ્વરૂપ ઊભું કરે છે, તો જ્યારે એ ધનુષ્ય પરથી તીરોનો મારો ચલાવશે ત્યારે શું થશે?'
સેનાપતિ રથથી નીચે ઊતર્યો. શસ્ત્રો ત્યજી દીધાં. તેના મુખ પર દીનતા છવાઈ ગઈ. તે સામે ચાલીને શ્રી રામ પાસે આવ્યો, નમસ્કાર કર્યા, લક્ષ્મણજીની આગ-ઊછળતી આંખો એના પર તાકી રહી. સૈનિકો થંભી ગયા. શ્રી રામ અને લક્ષ્મણજીના અચિંત્ય પ્રભાવથી અંજાઈ ગયા; હવે શું બનશે?' એ આશ્ચર્ય અને ભયથી સહુ શ્રીરામ તથા સેનાપતિ તરફ જોઈ રહ્યા. સેનાપતિએ શ્રીરામને કહ્યું,
કૌશામ્બી નગરીમાં વૈશ્વાનર નામનો બ્રાહ્મણ રહે છે. તેની પત્નીનું નામ સાવિત્રી છે. તેમનો પુત્ર “રુદ્રદેવ' તે હું. જન્મથી જ હું કૂરક. યુવાનીમાં આવતાં મેં માઝા મૂકીને પાપાચરણો કરવા માંડ્યાં. ચોરી, પરસ્ત્રીગમન, જુગાર વગેરે દરેક પાપ મેં કર્યો. એક સમયે ચોરી કરતાં પકડાયો. રાજપુરુષોએ મને પકડડ્યો. રાજા સમક્ષ મને લઈ ગયા. રાજાએ મને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. રાજપુરુષો મને શૂળી પાસે લઈ ચાલ્યા. હું દીનમુખ બનીને શૂળી પાસે ઊભો રહ્યો. ત્યાં કૌશામ્બીના એક લબ્ધપ્રતિષ્ઠ શ્રાવક વણિક ત્યાંથી પસાર થતા હતા. તેમણે મને જોયો. તેમનું હૃદય દયાથી આર્ટ થઈ ગયું. તેમણે મને મુક્ત કરાવવા રાજ દંડ ભયો અને હું છૂટી ગયો. મને તેમણે કહ્યું:
પુનઃ ચોરી ન કરીશ.” એટલું કહી એ મહાત્મા શ્રાવક ત્યાંથી ચાલ્યા ગયા. મેં એ દેશ ત્યજી દીધો. ત્યાંથી ભટકતો ભટકતો આ વિધ્યાટવીમાં આવી પહોંચ્યો. પલ્લીપતિએ
For Private And Personal Use Only