________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૪
વજકર્ણ-મુક્તિ પાલન કરવા માટે તમે મને નથી નમતા. હું તો સમજી બેઠો હતો કે તમે અભિમાનથી મને પ્રણામ નથી કરતા! તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે તમે તો સર્વસ્વ જતું કરી દેવા તૈયાર થયા! પ્રતિજ્ઞા ખાતર સર્વસ્વ જતું કરીને તમે તો સર્વસ્વ કમાઈ લેત, જ્યારે તમારું સર્વસ્વ હરી લઈને હું મારું સર્વસ્વ ગુમાવી બેસત. સારું થયું કે શ્રી રામચન્દ્રજી અહીં પધારી ગયા અને મને ઘોર પાપમાંથી બચાવી લીધો. તમારા પ્રત્યે થતા મોટા અન્યાયથી મને ઉગારી લીધો. આજથી તમે મારા લધુ બંધુ છો.'
શ્રી રામની સાક્ષીએ સિંહોદરે ત્યાં જ વજકર્ણને પોતાનું અડધું રાજ્ય ભેટ આપ્યું. રાજ્ય ગ્રહણ કરતાં વજકર્ણને, સાધર્મિક ચોર વિદ્યુતસંગ સ્મૃતિપટ પર આવ્યો. આ સમગ્ર ઘટનામાં મુખ્ય કડીરૂપ તો વિદ્યુતઅંગ હતો! વજકર્ણી સિંહોદર સામે સૂચક દૃષ્ટિથી જોયું.
કહો, શું કહેવા માગો છો?' “એક બીજી વસ્તુ જોઈએ છે!” “એક નહીં, અનેક!' મહારાણી શ્રીધરાનાં કુંડલ!' કુંડલ? મહારાણીનાં?' જી હા.' સમજાયું નહીં. કોના માટે ?” વિદ્યુતઅંગ માટે.' “એ કોણ?'
મને સમાચાર આપનાર કે, સિંહોદર આવતી કાલે તમારો વધ કરવા આવનારા છે.”
એણે કેવી રીતે જણાવ્યું?”
એ આપના મહેલમાં મહારાણીનાં કુંડલની ચોરી કરવા માટે આવ્યો હતો. મહારાણીને આપ જે કહી રહ્યા હતા, એ સાંભળીને, કુંડલ કરતાં એક સાધર્મિકના પ્રાણ વધુ કિંમતી ગણી, રાતોરાત તે મારી પાસે આવેલો અને સમાચાર આપી ગયેલો.”
આ પણ ગજબ ઘટના કહેવાય!' “કહો, એને હવે કુંડલ ભેટ આપવાં જોઈએ ને?'
For Private And Personal Use Only