________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૫૨૯ ભયથી અવન્તીનો આ પ્રદેશ ઊજડી ગયો છે, પ્રજાએ નાસભાગ શરૂ કરી છે.”
મુસાફરે શ્રી રામની સામે જોયું અને ખેસના પાલવથી મુખ પરનો પસીનો સાફ કર્યો. શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજી મુસાફર સામે જ જોઈ રહ્યાં! મુસાફરની આંખો એ ઊજડી ગયેલા ગામના બગીચાઓ અને ખાલી પડેલાં મકાનો તરફ મંડાઈ ગઈ, અચાનક તે બોલી ઊઠ્યો.
અને હા, એક વાત ભૂલી ગયો. આ લડાઈમાં હું પણ મારા કુટુંબ સાથે ભાગી ગયો હતો. જુઓ મહાપુરુષ પેલી દેખાય છે ને? તે મારી ઝૂંપડી છે!” હાથ લાંબો કરી, આંખો ઝીણી કરી, મુસાફરે તેનું મકાન બનાવવા પ્રયત્ન કર્યો. “પણ તું પાછો અહીં કેમ આવ્યો?' સીતાજીએ પૂછયું.
શું કરું મહાદેવી! ઘરમાં કાળકા માતા બેઠેલી છે. અમે અહીંથી ભાગી ગયાં ત્યારે ઘરનો સામાન નહોતાં લઈ ગયાં. તેણે મને પાછો ધકેલ્યો. એ ક્રૂર છે! એ લેવા હું આ બાજુ આવ્યો છું! કોણ એના સાથે ઝઘડો કરે!” મુસાફરે સીતાજી સામે જોઈ કહ્યું :
માતા, પરંતુ એ આખાબોલી સ્ત્રીનાં વચનોથી હું અહીં આવ્યો, એ મારા માટે તો સારું થયું! આપ પુણ્યવંત મહામાનવોનાં દર્શન થયાં! મારું ભાગ્ય!'
રામચંદ્રજીએ પોતાના ગળામાંથી રત્નજડિત સુર્વણમાળા કાઢી મુસાફરના ગળામાં પહેરાવી દીધી. મુસાફરને પ્રસન્ન કરી તેને વિદાય કર્યો.
શ્રી રામે લક્ષ્મણજી અને સીતાજી સાથે દશાંગપુર તરફ પ્રયાણ કરી દીધું.
૦
૦
૦
For Private And Personal Use Only