________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
રાજર્ષિ કીર્તિધર તેનો ત્યાગ ન કરવો જોઈએ, એમ મને લાગે છે. પછી આપ કહો તે મને પ્રમાણ છે. હું તો એક સ્ત્રી છું, સ્ત્રીની બુદ્ધિ..'
ના ના, દેવી, તમે કહો છો તે યોગ્ય છે. આપણે કીર્તિધરને રાજ્યારૂઢ કરીને પછી સાધુવેશને ધારણ કરીશું'.
પૃથ્વીરાણીને આનંદ થયો. બીજી બાજુ પુરંદર રાજાએ કીર્તિધરકુમારના સુયોગ્ય ઘડતર માટે સુંદર યોજના વિચારી લીધી અને સ્વયં રાજ્યચિંતામાંથી ધીરે ધીરે મુક્ત થવા લાગ્યાં. વફાદાર બાહોશ મંત્રીવર્ગ રાજ્યનું સફળ સંચાલન કરવા લાગ્યો.
વર્ષો વીતવા લાગ્યાં. કુમાર કીર્તિધર ચન્દ્રની કલાની જેમ વધવા લાગ્યો, રાજા-રાણીએ કુમારના સર્વાગી વિકાસ માટે પૂર્ણા કાળજીપૂર્વક પ્રયત્નો કર્યા. પ્રજામાં કુમારની મુક્તકંઠે પ્રશંસા થવા લાગી. એમ કરતાં કુમાર યુવાવસ્થામાં આવી પહોંચ્યો.
એક દિવસે વનપાલકે આવીને મહારાજા પુરંદરને વધાઈ આપી. મહારાજા, ઉદ્યાનમાં લેકર નામના મહાન તેજસ્વી મુનિભગવંત પધાર્યા છે.' મહાત્માપુરૂષના આગમનના સમાચાર સાંભળી પુરંદર રાજાનું હૈયું આનંદથી ભરાઈ ગયું. વનપાલકને પ્રીતિદાન આપી, પરિવાર સાથે પોતે મુનિવરનાં દર્શન માટે નીકળ્યાં.
જ્યાં રથમાં પગ મૂક્યા, મહારાજાના અંગેઅંગમાં હર્ષનો રોમાંચ થયો. તેમને કોઈ ઊંડી સાનુભૂતિ થઈ. જમણું નેત્ર સ્કુરાયમાન થવા લાગ્યું. રથ ઉદ્યાનના દ્વારે આવીને ઊભો. મહારાણી અને પરિવારની સાથે રાજાએ ઉદ્યાનમાં દૂરથી જ જ્યાં મહામુનિને જોયા ત્યાં મહારાજાનાં નયનો ઠરી ગયાં. અભુત રૂપ! અપૂર્વ સૌમ્યતા! અપૂર્વ દેહાકૃતિ!
મહારાજાએ અંજલિ જોડી ભાવપૂર્ણ હૃદયથી વંદના કરી અને નજીક આવીને પુન: વંદના કરી, સુખશાતા પૂછી વિનયપૂર્વક યોગ્ય આસને બેઠા.
મહામુનિએ ધર્મલાભની આશિષ આપી અને મીઠી વાણીમાં આત્મહિતકર ઉપદેશ આપ્યો. દેહ અને આત્માનું ભેદજ્ઞાન કરાવ્યું, આત્માનું મૂળસ્વરૂપ સમજાવ્યું. મૂળસ્વરૂપને પામવાની સાધના સમજાવી. મહારાજાનો વૈરાગ્ય
For Private And Personal Use Only