________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
ભરતનો રાજ્યાભિષેક “નાથ, મને આજ્ઞા આપો, હું ભારતની સાથે વનમાં જાઉં. વત્સ રામલક્ષ્મણને વીનવીને હું પાછા લઈ આવીશ.' મારા રામ-લક્ષ્મણ માની વિનવણીને નહિ ધિક્કારે.”
મહારાજા દશરથે કૈકેયીને અનુમતિ આપી. દશરથને આશા બંધાઈ, તેનું ખિન્ન વદન પ્રફુલ્લ બની ગયું. ખુદ કૈકેયી અને ભરતના જવાથી રામ-લક્ષ્મણ માની જશે, એવી ધારણાથી દશરથને શૈર્ય બંધાયું.
“કેયી ભરતને લઈ વનમાં જાય છે-રામ, લક્ષ્મણ ને સીતાને પાછાં અયોધ્યામાં લઈ આવવા.' આ સમાચાર વાયુવેગે અયોધ્યામાં ફેલાઈ ગયા. સર્વત્ર આનંદ ફેલાઈ ગયો. કૈકેયી પ્રત્યે લોકહૃદયમાં પુનઃ આદરની જ્યોત પ્રગટી.
કૈકેયીએ ભરત અને મંત્રીઓની સાથે ત્વરાથી પ્રયાણ કર્યું. માર્ગમાં વિશ્રામ કર્યા વિના સતત છ દિવસ સુધી તેઓ મુસાફરી કરતાં રહ્યાં. અંતે તેમણે શ્રીરામચન્દ્રજી, લક્ષ્મણજી અને સીતાજીને દૂરથી એક ઘટાદાર વૃક્ષની નીચે જોયા.
કૈકેયી રથમાંથી ઊતરી પડી. એની પાછળ ભરત પણ રથમાંથી ઊતરી પડ્યો. ‘હા વત્સ! હા વત્સ!' કરતી કૈકેયી રામચન્દ્રજી તરફ દોડી.
અહીં લક્ષ્મણજીએ દૂરથી જ જાણી લીધું હતું કે “ભરત આવી રહ્યો છે. કૈકેયીને દોડતી આવતી જોઈને શ્રી રામચંદ્રજી અવિલંબ ઊભા થયા અને કૈકેયીની સામે ગયા. નજીકમાં આવતાં જ રામચન્દ્રજીએ માતૃચરણોમાં વંદન કર્યા. કૈકેયી રામચન્દ્રજીના મસ્તકને બે હાથે પકડી લઈ, મસ્તક પર સ્નેહની વર્ષા કરવા લાગી.
લક્ષ્મણજીએ કૈકેયીનાં ચરણોમાં પ્રણામ કર્યા. કેકેયીએ લક્ષ્મણજીને પણ સ્નેહથી નવરાવી નાંખ્યા. પ્રણામ કરતી સીતાને પોતાની છાતી સરસી ચાંપીને કૈકેયી, મોટેથી રડી પડી. તેની આંખમાંથી ચોધાર આંસુ વરસવા લાગ્યાં.
ભરત શ્રી રામચંદ્રજીનાં ચરણોમાં ઢળી પડ્યો. આંસુઓથી શ્રી રામનાં ચરણોનું પ્રક્ષાલન કરતો હીબકી હીબકીને રડવા લાગ્યો. રડતો ભરત ત્યાં જ મૂચ્છિત થઈ ગયો.
સીતાજી વનપત્રમાં પાણી લઈ આવ્યાં, ભરતના મસ્તકે જલ-છંટકાવ કર્યો અને ઉત્તરીય વસ્ત્રથી વાયુ નાખ્યો. ભરતની મૂચ્છ દૂર થઈ. તેણે રામચંદ્રજીના ચરણો પકડી લીધાં. વિનયથી ગદ્ગદ્ વચનો ઉચ્ચારતો ભરત બોલ્યો:
“શત્રની જેમ મને ત્યજીને આપ કેમ અહીં આવી ગયા? મારો શો અપરાધ છે? આપ અયોધ્યા પધારો, મારી હાલત બૂરી છે. અયોધ્યાવાસીઓની દૃષ્ટિમાં
For Private And Personal Use Only