________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
સીતા-સ્વયંવર ઉપકાર કર્યો છે! જો ભામંડલ ધનુષ્યને ઉઠાવી શકત તો કેવો મોટો અનર્થ સર્જાઈ જાત!
ભામંડલ વિષાદભર્યા હૈયે મિથિલાથી વિદાય થયો, પરંતુ એનો એ વિષાદ ભવિષ્ય માટે આનંદરૂપે હતો. એની નિષ્ફળતા ભવિષ્યની સફળતા માટે હતી.
મનુષ્યના જીવનમાં આવતી સફળતા-નિષ્ફળતાઓ ભવિષ્ય માટે વિપરીત પણ સિદ્ધ થાય છે. વર્તમાનની સફળતા ભવિષ્ય માટેની નિષ્ફળતા પણ હોય છે. વર્તમાનની નિષ્ફળતા ભવિષ્ય માટેની સફળતા પણ હોય છે. - જનકે મહારાજા ચન્દ્રગતિને સીતાના વિવાહ મહોત્સવ પર્યત રોકાઈ જવા આગ્રહ કર્યો, પરંતુ ભામંડલની સ્થિતિ જોઈ ચન્દ્રગતિ ન રોકાયા. બીજા કેટલાક વિદ્યાધર રાજાઓ રોકાયા. બીજી બાજુ જનકે રાજપુરુષોને અયોધ્યા રવાના કર્યા અને દશરથને સપરિવાર મિથિલા પધારવાનું આમંત્રણ મોકલ્યું.
પ્લેચ્છ રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યાના સમાચાર તો દશરથને મળી ચૂક્યા હતા. સ્વયંવરમાં સીતાની પ્રાપ્તિના સમાચાર સાંભળી દશરથ આનંદિત થઈ ગયા, સાથે સાથે રાજપુરુષો દ્વારા એ પણ જાણવા મળ્યું કે વિદ્યાધર રાજાઓ લક્ષ્મણ સાથે અઢાર કન્યાઓનો વિવાહ કરવાના છે. દશરથ બંને પુત્રોનાં પરાક્રમ અને પ્રબળ પ્રારબ્ધ પર ખુશ થયા.
તરત જ પરિવાર સહિત દશરથ મિથિલા તરફ રવાના થયા, થોડાક દિવસોની મુસાફરીના અંતે મિથિલા આવી પહોંચ્યા. મહારાજા જનકે મહાન આડંબરપૂર્વક મિત્ર દશરથનું સ્વાગત કર્યું. દશરથનો હાથ પકડી જનક બોલ્યા;
પહેલાં મને લઈ જવા આવ્યા હતા, હવે સીતાને લઈ જવા પધાર્યા! લઈ જવા માટે જ મિથિલા જોઈ છે!
બંને મિત્રો હસી પડ્યા અને એકબીજાને ભેટી પડ્યા. આખી રાત જનકે દશરથને રામ-લક્ષ્મણના મ્લેચ્છો સાથેના યુદ્ધમાં જોયેલા પરાક્રમની પેટ ભરીને વાતો કરી, ચન્દ્રગતિએ કરેલા પોતાના અપહરણની પણ વાત કરી...
“રાજન, ભલે ચન્દ્રગતિએ તમારું અપહરણ કર્યું, પરંતુ રાજા તો ન્યાયી અને પ્રતિજ્ઞાના પાલનમાં મને ચુસ્ત લાગ્યો!” મહારાજા દશરથે ચન્દ્રગતિની પ્રશંસા કરતાં કહ્યું.”
નહીંતર એણે જેવી રીતે તમારું અપહરણ કરાવ્યું. એ રીતે સીતાને પણ ઉપાડી જઈ શકત! પણ તેણે તેમ ન કર્યું. તમારી સાથે સન્માનપૂર્વક વ્યવહાર કર્યો, એટલું જ નહીં જ્યારે તમે સીતાનું સગપણ રામ સાથે થઈ ગયાની વાત
For Private And Personal Use Only