________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
જનકનું અપહરણ વાર મુક્ત થઈને મિથિલા પહોંચ્યા પછી બીજો કોઈ માર્ગ મેળવી શકાશે. રામલક્ષ્મણ મિથિલામાં જ છે; તેમની સાથે પરામર્શ થઈ શકશે; ને સુર્યોગ્ય માર્ગ મળી આવશે.”
જનકે ચન્દ્રગતિની વાત સ્વીકારી લીધી. ચન્દ્રગતિની ખુશીનો પાર ન રહ્યો. તે આનંદથી જનકને ભેટી પડ્યો; તરત જ ચપલગતિને બોલાવી મિથિલાપ્રયાણ માટે આદેશ કર્યો. વિમાન તૈયાર થઈ ગયાં. ચન્દ્રગતિ, ભામંડલ અને બીજા સેંકડો વિદ્યાધર સુભટો વિમાનમાં આરૂઢ થઈ ગયા. વજાવ અને અર્ણવાવર્ત ધનુષ્યોને પણ વિમાનમાં ગોઠવી દેવામાં આવ્યાં.
જનકને રાજમહેલમાં ઉતારી દેવામાં આવ્યા. ચન્દ્રગતિ રાજ-પરિવાર સહિત મિથિલાની બહાર પડાવ નાખીને રહ્યા.
જનકની દુવિધાનો પાર ન રહ્યો. ચન્દ્રગત છાતી પર જ આવીને બેઠા હતા! જનકની પ્રત્યેક ગતિવિધિ પર ચન્દ્રગતિના ગુપ્તચરો ધ્યાન રાખતા હતા.
જનકે વિદેહાને રાત્રિની ઘટના કહી સંભળાવી. વિદેહા શોકાકુલ બની ગઈ. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.
ખરેખર, મારા પર તો દુર્દેવ રૂક્યું છે. પુત્રનું અપહરણ કરીને એને સંતોષ નથી થયો. હવે પુત્રીનું પણ અપહરણ કરી જશે... હાય, હવે હું ક્યાં જાઉ..કોને કહું? મારા દુ:ખની કોઈ સીમા નથી, વરની પસંદગી તો અમારે સ્વેચ્છાથી કરવાની હોય. શું બળાત્કારે વરની પસંદગી દુનિયામાં થાય છે? દુર્ભાગ્યવશ આજે બળાત્કારે વરની પસંદગી કરવાનો પ્રસંગ ઊભો થઈ ગયો.”
દેવી, હૈયે ધારણ કરો. રામના બળ પરાક્રમ પર વિશ્વાસ રાખો.' ‘પરંતુ દુર્ભાગ્યના ઉદયમાં બધું ખરાબ જ બની આવે છે. કદાચ શ્રી રામ ધનુષ્યને ઉઠાવી ન શક્યા તો, આ તો વિદ્યાધરની માયા! હાય, મારી સીતાનું શું થશે?”
વિદેહા, મને શ્રી રામના પરાક્રમમાં પૂર્ણ વિશ્વાસ છે. અશભની શંકા ન કરો. ભગવાન ઋષભદેવની કૃપાથી બધું સારું બની આવશે.”
વિદેહાને આશ્વાસન આપી જનક સ્વયંવર-રચના માટે પોતાના કક્ષમાં રવાના થયા. સ્વયંવર કરવા પૂર્વે તેમણે રામ-લક્ષ્મણ સાથે બનેલી ઘટના અંગે પરામર્શ કરી લેવો ઉચિત માન્યો. એક રાજપુરુષને રામ-લક્ષ્મણ પાસે મોકલી જનક તેમની રાહ જોવા લાગ્યા.
0 0 0
For Private And Personal Use Only