________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
જનકનું અપહરણ ચન્દ્રગતિએ ભામંડલના માથે હાથ મૂકી કહ્યું: “વત્સ, ચિંતા ન કર, સીતા તારી જ પત્ની બનશે,” ભામંડલને આશ્વાસન આપી ચન્દ્રગતિ પોતાના મંત્રણાગૃહમાં ગયા. બે ઘડી સુધી ચન્દ્રગતિ સ્વતઃ વિચારમાં ગરકાવ થઈ ગયા. સૂર્ય અસ્ત થઈ ગયો. ચન્દ્રગતિએ પ્રતિહારીને હાક મારી. “જાઓ, ચપલગતિને તરત બોલાવી લાવો.”
પ્રતિહારી ગયો અને અલ્પ સમયમાં ચપલગતિને બોલાવી પાછો આવ્યો. ચપલગતિએ ચન્દ્રગતિનું અભિવાદન કર્યું અને યોગ્ય આસને બેસી ગયો. ચપલગતિ રથનૂપુર રાજ્યના ગુપ્તચર વિભાગનો સેનાપતિ હતો. “તમારે અત્યારે મિથિલા જવાનું છે.” ચન્દ્રગતિએ કહ્યું. આજ્ઞા શિરોધાર્ય છે.' મિથિલાપતિ મહારાજા જનકનું અપહરણ કરી અહીં લઈ આવવાના છે.”
ચપલગતિ ક્ષણભર ચન્દ્રગતિના સામે જોઈ રહ્યો, “જનકનું અપહરણ?” મનોમન તે વિચારી રહ્યો.
અપહરણ સન્માનપૂર્વક કરવાનું છે. આપણા અતિથિ તરીકે તેમને લઈ આવવાના છે.” ચન્દ્રગતિની સ્પષ્ટતાથી ચપલગતિ વિશેષ દ્વિધામાં પડી ગયો.
જો જનકનું સન્માન જાળવવું છે તો અપહરણ શા માટે? જેનું અપહરણ કરવાનું આવશ્યક છે તેનું સન્માન શા માટે?” જો સન્માનપૂર્વક અહીં લાવવા છે તે વિધિવત્ જનકને આમંત્રણ આપી, વિમાનમાં બેસાડી લાવી શકાય...' ચપલગતિને વિચારમાં ગરકાવ થઈ ગયેલો જોઈ ચન્દ્રગતિના મુખ પર સ્મિત આવી ગયું.
ચપલગતિ, તમે જનકને લઈ આવો, પછી એના અપહરણનું અને સન્માનનું પ્રયોજન તમને સમજાઈ જશે.”
ચપલગતિ ત્યાંથી વિદાય થયો. પોતાના નિવાસસ્થાને આવી, વસ્ત્રપરિવર્તન કરી, શસ્ત્રો ધારણ કરી, પોતાના વિમાનને લઈ તેણે મિથિલા તરફ પ્રયાણ કર્યું.
મધ્યરાત્રિના સમયે ચપલગતિએ મિથિલામાં પ્રવેશ કર્યો. રાજમહેલના બગીચામાં વિમાન મૂકી ચપલગતિ જનકના શયનકક્ષમાં પહોંચી ગયો.
જનક નિદ્રાધીન હતા. મ્લેચ્છોનો વિજય અને સીતા માટે શ્રીરામની પ્રાપ્તિથી જનક સાવ ચિંતામુક્ત હતા. જનક જ નહીં, સમગ્ર રાજપરિવાર અને પ્રજાજનો પણ નિર્ભયતાથી આનંદપ્રમોદમાં મગ્ન હતા. શ્રી રામ અને લક્ષ્મણ પણ મિથિલામાં જ રોકાયેલા હતા.
For Private And Personal Use Only