________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५८
અણધારી આફત દેવાનુપ્રિય, તારું કલ્યાણ હો.'
વનપાલક ત્યાંથી વિદાય થયો. નારદજી ઉદ્યાનમાં ટહેલવા લાગ્યા. આજે તેમને ઉદ્યાનની શોભા જોવામાં રસ ન હતો. વિહંગોના મધુર કલરવનું શ્રવણ કરવામાં આનંદ ન હતો. સુવાસ-ભરપૂર પુષ્પોની માદક સુગંધમાં તેમનું દિલ ખુશી અનુભવતું ન હતું. એમના મન પર સીતા દ્વારા થયેલા અપમાનનો બદલો ચૂકવવાનો રોષ સવાર થયેલો હતો.
એક પ્રહરને અંતે વનપાલક આવી પહોંચ્યો. તેણે નારદજી માટે એક પર્ણકુટિર તૈયાર કરી દીધી. પૂજાપાઠની સામગ્રી ગોઠવી દીધી. કાષ્ટફલક, રંગો અને પછી પણ યોગ્ય સ્થાને મૂકી દીધાં, હાથ જોડી નારદજીની સામે ઉપસ્થિત થયો.
બસ, આજનું કામ સમાપ્ત થયું. તું જઈ શકે છે.' વનપાલક પોતાને સ્થાને જવા તૈયાર થયો. નારદજીએ પર્ણકુટિરમાં પ્રવેશ કર્યો. તંબૂરને એક ખૂણામાં મૂકી દીર્ધા. વનપાલકે બિછાવેલા વાઘચર્મ પર નારદજીએ આસન લીધું. આંખો બંધ કરી, તેઓ મિથિલાના રાજભવનને કલ્પનાસૃષ્ટિમાં લાવ્યા. રાજભવનમાં બેઠેલી દેવકન્યા સદશ સીતાનું કલ્પનાચિત્ર ઉપસ્થિત કર્યું. સીતાનાં વસ્ત્રો, અલંકારો અને તેની નીચે છુપાયેલી તેની દેહલતાનાં અંગપ્રત્યંગ તેમની કલ્પનામાં સાકાર બન્યાં.
પણ આટલી કલ્પનાથી જ નારદજીનું કાર્ય પૂર્ણ થઈ શકે એમ ન હતું. તેમણે સીતાના મુખ પર પથરાયેલી દિવ્ય કાંતિ અને ભવ્ય ભાવભંગીને સાક્ષાત્કાર કરી. સીતાની કાયા સાથે એકીભૂત થઈ રહેલ યૌવનની માદકતાને ઉપસાવી.
તેમની આંખ ખૂલી, પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો હતો. માત્ર દૂર દૂર રથનૂપુરની ગગનચુંબી હવેલીના દીપકોનો પ્રકાશ અને પર્ણકુટિરમાં વનપાલકે મૂકેલા ધૃત દીવડાનો પ્રકાશ નારદજી જોઈ શક્યા. તેમણે કાફલકને દીપકની પાસે ગોઠવી દીધું. રંગોને ભિન્ન ભિન્ન કાંસ્યપાત્રોમાં ઘોળી નાંખ્યા અને હાથમાં પીંછી લીધી.
કલ્પનાને તેમણે કાષ્ટફલક ઉપર ઉતારવા માંડી. અવિરત તેમની પછી કામ કરતી રહી. રાત્રિના અંતિમ પ્રહરમાં નારદજીની આંખો ઘેરાવા લાગી. એક પ્રહર નિદ્રા લઈ પુનઃ નારદજીએ પીંછી પકડી લીધી.
ત્રણ દિવસ અને ત્રણ રાતને અંતે કાષ્ટફલક પર નારદજીએ સીતાનું અવતરણ કર્યું. બસ, જાણે સાક્ષાત્ સીતા! નારદજી નાચી ઊઠ્યા. એક અઠંગ
For Private And Personal Use Only