________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૧૧ અયોધ્યાપતિ મહારાજા દશરથનો જય હો...” દૂતે રાજસભામાં પ્રવેશ કર્યો. મિથિલાપતિના દૂતનું અયોધ્યાપતિએ ઊભા થઈને સ્વાગત કર્યું. તેનો હાથ પકડી તેને પોતાની આગળ આસન આપ્યું, સંભ્રમપૂર્વક અતિપ્રસન્નતાથી દશરથે પૂછ્યું:
“મારા પરમ સુહૃદુ મિથિલાપતિ દૂર છે, પરંતુ દૂત તારા આગમનથી મને એટલો આનંદ થયો છે. જાણે ખુદ મિથિલાપતિ મળ્યા! અમારી મિત્રતા અદ્વિતીય
‘દૂત, એ તો કહે, મિત્રનું રાષ્ટ્ર-નગરકુલ કુશલ તો છે ને? મહારાજા જનકનું સ્વાથ્ય સારું તો છે ને?”
દૂત દશરથના પ્રેમપૂર્ણ વ્યવહારથી અને સ્નેહ-ગદ્ગદ્ શબ્દોથી ખૂબ પ્રભાવિત થયો. તેને પોતાનું પ્રયોજન સિદ્ધ થવાનું સરળ લાગ્યું.
સ્વામિનુ! અનેક આપ્તજનોથી સંકળાયેલા મારા માલિકના આત્મા, હૃદય કે મિત્ર આય જ છો, તે પરાક્રમી! આપની સ્મૃતિ મારા સ્વામીને નિરંતર સ્નેહપ્લાવિત બનાવી રહી છે. આજે વિશેષરૂપે અરે, કુલદેવતાની જેમ આપની સ્મૃતિ કરી રહ્યા છે.” “પ્રયોજન?' ઉત્સુકતાથી દશરથે પૂછ્યું.
નાથ, આપ જાણો છો કે વૈતાઢ્ય પર્વતની દક્ષિણે અને હિમાલયની ઉત્તરે અનેક અનાર્ય જનપદ આવેલાં છે. એ જનપથ કરોડો ભીષણ મનુષ્યોથી ભરેલાં છે. ત્યાંના આચાર-વિચાર ક્રૂર, દુષ્ટ અને અતિ દારૂણ છે.
એ જનપદોમાં “અર્ધબર્બર' જનપદ ક્રૂરતાની ટોચે પહોંચેલો છે. તે દેશની રાજધાની “મયૂરમાલ” નગરમાં “આતરંગતમ પ્લેચ્છ રાજા વસેલો છે. તેના પુત્રો, આજુબાજુના પ્રદેશો પર રાજ્ય કરે છે. આતરંગતમ રાજાએ આજુબાજુના રાજાઓને ભેગા કરી, સૈન્યનું એકીકરણ કરી, અમારી ભૂમિ પર આક્રમણ કરી દીધું છે.
‘મિથિલાના હજારો સુભટો માતૃભૂમિની રક્ષા કરતા યુદ્ધમાં હોમાઈ રહ્યા છે. અનાર્યો દિન પ્રિતદિન આગળ વધી રહ્યા છે, મંદિરોને તોડી રહ્યા છે, બલાત્કારો કરી રહ્યા છે, અનાર્ય સંસ્કૃતિનો પ્રચાર કરતા આગળ આવી રહ્યા છે. મહારાજા જનકને સંપત્તિના ધ્વંસ કરતાં પણ સંસ્કૃતિની ધ્વંસ ખેંચી રહ્યો છે.
“મહારાજા, હવે આપના પર સર્વ આધાર છે. સંસ્કૃતિની રક્ષા માટે આપની સહાયતાની આવશ્યકતા છે.”
For Private And Personal Use Only