________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ૮
મિથિલા ભયમાં પાપ અને પુણ્યના ઉદય આવા ક્ષક્ષણ પરિવર્તનશીલ હોય છે. થોડી ક્ષણો પૂર્વે કુમારના ઘોર પાપનો ઉદય હતો. તે મૃત્યુના મુખમાં ધકેલાઈ જવાની તૈયારીમાં હતો! થોડી ક્ષણો પછી અપૂર્વ પુણ્યનો ઉદય જાગ્રત થયો! નન્દનવનમાં ફૂલોની શય્યા પર તેને સ્થાન મળ્યું. સમ્રાટ ચન્દ્રગતિને સમાચાર મળ્યા, અવિલંબ ચન્દ્રગતિ ઉદ્યાનમાં પહોંચ્યા. દિવ્ય અલંકારોથી વિભૂષિત કુમારને જોઈ સમ્રાટ આનંદમગ્ન બની ગયા.
ચન્દ્રગતિના ઘરસંસારમાં સર્વ પ્રકારનું સુખ હતું. પરંતુ એક સુખ ખૂટતું હતું-પુત્રનું સુખ. તે સુખ આજે તેના સન્મુખ આવીને ઊભું હતું. ચન્દ્રગતિએ કુમારને બે હાથમાં ઉઠાવ્યો, કુમારનું મુખ હસી ઊડ્યું. સમ્રાટે કુમારને સ્નેહનું આલિંગન દીધું.
સમ્રાટ જલદી જલદી અંતઃપુરમાં આવી પહોંચ્યા, મહારાણી પુષ્પાવતીની ગોદમાં કુમારને આપી, સમ્રાટ પુષ્પાવતીના મુખ સામે જોઈ રહ્યા. દેવી, આ આપણો પુત્ર છે. કુદરતની બક્ષિસ છે.. કેમ, તમને ગમ્યો?”
ખૂબસૂરત છે! અતિપ્રિય લાગે છે.'પુષ્પાવતીના હૃદયમાં પુત્રનેહનું વાત્સલ્ય ઊભરાયું. તેની છાતીમાંથી દૂધની ધારા વહેવા લાગી.
રથનૂપુરમાં ઘોષણા થઈ, મહારાણી પુષ્પાવતીએ પુત્રને જન્મ આપ્યો છે.” રાજા ને પ્રજાએ પુત્રજન્મનો મહોત્સવ ઊજવ્યો. પુત્રનું નામ “ભામંડલ' રાખવામાં આવ્યું.
જ્યારે વિદેહા જાગી, તેણે બાજુમાં કન્યાને જોઈ, પરંતુ કુમારને ન જોયો. “અરે કુમારને કોણ લઈ ગયું?” વિદેહા પર્યકમાં બેઠી થઈ ગઈ. દીપકોની મંદ રોશની શયનકક્ષમાં ફેલાયેલી હતી. વિદેહાનો અવાજ આવતાં બાજુમાં જમીન પર સૂઈ ગયેલી દાસીઓ જાગી ઊઠી અને વિદેહા પાસે આવી ઊભી. “અરે બોલો તો, મારા કુમારને કોણ લઈ ગયું?'
દેવી, કુમારનું કુશલ હો. રાત્રે તો કોઈ શયનગૃહમાં આવ્યું નથી. શું મહારાજા પાસે તો કુમાર નથી? શંકા-કુશંકાથી ભયભીત દાસીઓએ રાજમહેલમાં દોડાદોડ કરી મૂકી. એક એક ક્ષણ વીતે છે ને વિદેહાની બેચેની વધે છે.
હાય, મારા કુમારને કોણ લઈ ગયું? મને પૂછ્યા વિના કુમારને લઈ જનારને ભારે સજા કરાવીશ. જલદી કુમારને લઈ આવો...' વિદેહાનો રોષ આંખમાંથી આંસુ રૂપે વહી રહ્યો.
For Private And Personal Use Only