________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સીતાનો જન્મ
૪૫૪
એક સમર્થ પુરુષના હાથમાં સુરક્ષિત છે. એક પ્રેમી કુમાર તેને પત્ની તરીકે સ્વીકારી ચૂક્યો છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
સૂર્ય અસ્ત થયો ત્યાં સુધી કુમારે અશ્વને વિશ્રામ ન આપ્યો. સૂર્ય અસ્ત થઈ ગયો. કુમાર એક ગાઢ નિર્જન વનમાં આવી ગયો હતો. જો કે કુમાર માટે આ વન અપરિચિત ન હતું. તે પૂર્વે પણ એક-બે-વાર આવી ગયો હતો.
કુમારે એક વિશાળકાય વૃક્ષની નીચે અશ્વને બાંધ્યો અને અતિસુંદરીને નીચે ઉતારી. કુમારે એક લાંબો શ્વાસ છોડ્યો અને નિરાંત અનુભવી.
સુંદરીં, તું અહીં નિશ્ચિત અને નિર્ભય છે...'
‘જ્યારથી આપના દર્શન થયાં ત્યારથી હું નિશ્ચિત અને નિર્ભય બની ચૂકી છું...' ‘તું અહીં બેસ, હું વનમાં જઈને ફળ લઈ આવું તથા પાણી પણ લઈ આવું.’ કુમારે ઘોડા પર બાંધેલી પાણીની મશક લીધી અને તે વનમાં ચાલ્યો ગયો. અતિસુંદરી કુમારનાં સાહસ, શૌર્ય અને સૌન્દર્ય ૫૨ મુગ્ધ બનતી જતી હતી. હજુ અતિસુંદરીએ પોતાનો પરિચય કુમારને આપ્યો ન હતો કે કુમારનો પરિચય અતિસુંદરીએ લીધો ન હતો. છતાં જાણે ચિર-પરિચિત હોય તે રીતે તેમનો સંબંધ થઈ ગયો હતો.
''
કુમાર અલ્પ સમયમાં જ પાછો આવ્યો, પાણીની મશક અતિસુંદરીના હાથમાં આપી અને પોતાના ઉત્તરીય વસ્ત્રમાં બાંધી લાવેલાં ફળોનો ઢગલો કરી દીધો!
‘પ્રિયે! ક્ષુધા લાગી હશે!'
‘નાથ, નથી ક્ષુધાનો અનુભવ, નથી તૃષાનો અનુભવ. આપને પામીને હું તો બધું ભૂલી ગઈ છું!'
મને વિના ઓળખ્યું મારી સાથે...'
તો મને આપે ઓળખીને સાથે લીધી?’
‘મેં તો તને ઓળખી લીધી હતી.’
‘એ રીતે મેં પણ આપને ઓળખી લીધા હતા!'
‘સુન્દરી, તારી બુદ્ધિ સૂક્ષ્મ છે.'
નાથ આપની સમક્ષ તો હું અબુધ છું.'
ચાલો હવે, આ ફળોને ન્યાય આપીએ.'
કુમાર પોતાની કમરેથી છરી કાઢીને ફળોને કાપવા લાગ્યો. અતિસુંદરીએ કુમારના હાથમાંથી છરી લઈ લીધી અને ફળના ટુકડા કરી કરી કુમારને ખવરાવવા લાગી.
For Private And Personal Use Only