________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦. રામ-લક્ષ્મણ અને ‘રાન્ચે સર્વત્ર રોષ્યામ' પરાક્રમી પુરુષો જ્યાં જાય ત્યાં તેમનું રાજ્ય સર્જાઈ જાય છે. અયોધ્યાથી છૂપી રીતે નીકળી ગયેલા મહારાજા દશરથે મગધનું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. અયોધ્યાથી અપરાજિતા વગેરે રાણીઓનું અંતઃપુર પણ રાજગૃહીમાં આવી ગયું. આનંદપ્રમોદ અને ભોગવિલાસમાં સમય વીતવા લાગ્યો.
અપરાજિતાએ એક રાત્રિએ ચાર મહાસ્વપ્નો જોયાં. જઈને તે આનંદિત બની ગઈ. તેણે સ્વપ્નમાં હાથી, સિંહ, ચન્દ્ર અને સૂર્ય, આ ચાર જોયાં. આ પ્રકારે ચાર સ્વપ્ન બલદેવના જન્મનું સૂચન કરતાં હોય છે. અપરાજિતાએ મહારાજાને પોતાના સ્વપ્નની વાત કહી. દશરથ ખૂબ પ્રસન્ન થયા.
બ્રહ્મદેવલોકનો એક મહાન ઋદ્ધિમાન દેવ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં, ત્યાંથી ચ્યવીને અપરાજિતાની કુક્ષિમાં અવતર્યો. દિનપ્રતિદિન અપરાજિતાનું સૌંદર્ય અને લાવણ્ય વૃદ્ધિ પામવા લાગ્યું. વિવિધ પ્રકારના ઉત્તમ મનોરથો જાગવા લાગ્યા. મહારાજા દશરથ પ્રત્યેક મનોરથને પૂર્ણ કરવા લાગ્યા. દિવસો પૂર્ણ થયા. અપરાજિતાએ સંપૂર્ણ લક્ષણયુકત પુત્રરત્નને જન્મ આપ્યો. પ્રથમ પુત્રરત્નના જન્મથી મહારાજા દશરથ હર્ષથી નાચી ઊઠ્યા. પૂર્ણિમાના ચાંદને જોઈ જેમ સમુદ્ર હર્ષથી ઘૂઘવે છે! ચિન્તામણિની જેમ દશરથે દાન આપવા માંડ્યું. પુત્રજન્મના આનંદમાં દાન દેવાની રીતિ હોય છે.
નગરજનોએ તો દશરથ કરતાં પણ મહાન મહોત્સવ ઊજવવા માંડ્યો. રાજમહેલમાં હજારો નગરવાસીઓ ઊભરાવા માંડ્યા. દૂર્વા-પુષ્પ-ફલ વગેરેથી પરિપૂર્ણ પાત્ર લઈ લઈને રાજાને ભેટ કરવા લાગ્યા. નગરની શેરીઓમાં ઠેર ઠેર કુલવધૂઓ મંગલ ગીતો ગાવા લાગી. રાજમાર્ગો પર સુગંધી જલનો છંટકાવ કર્યો. સર્વત્ર તોરણોની હારમાળાઓ લાગી ગઈ. અનેક રાજા-મહારાજાઓ ઉત્તમ ભેટમાં લઈને દશરથની સેવામાં ઉપસ્થિત થવા લાગ્યા. શ્રીરામનો પુણ્યપ્રભાવ અત્યારથી જ દૃષ્ટિગોચર થવા લાગ્યો.
શુભ દિવસે પુત્રનું નામ પાડવામાં આવ્યું ‘પદ્મ', પદ્મ પૃથ્વી પર “રામ' નામથી પ્રસિદ્ધ થયો. રાજગૃહીનો રાજમહાલય શ્રી રામના પગલે આનંદવિભોર બની ગયો.
શ્રી રામના જન્મ થયા બાદ દેવી સુમિત્રાએ સ્વપ્નમાં સાત મહાસ્વપ્નો જોયાં. નિદ્રાનો ત્યાગ કર્યો અને જોયેલા સ્વપ્નનું પુનઃ અવધારણ કરી લીધું.
For Private And Personal Use Only