________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
આક્રમણ “ચાલીસ હજાર સુભટો! વીસ હજાર કિલ્લા પર છે, વીસ હજાર બાકીની અલગ-અલગ દિશાઓમાં.” ઠીક છે.” ચોથા પ્રહરનો પ્રારંભ થતાં જ આપે આક્રમણ કરી દેવાનું છે.' એ પ્રમાણે જ થશે.” આજ્ઞા ફરમાવો.” “જાઓ, વિજય પ્રાપ્ત કરો.'
વીરદેવે આકાશ તરફ જોયું. બીજો પ્રહર પૂર્ણ થવાની તૈયારી હતી. તેણે ટૂંકો માર્ગ પકડ્યો અને ઝડપથી ઉત્તર તરફ દોડ્યો.
જલ-ખાઈના કિનારે અંજલિ અને શંબલ વરદેવની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં. અંજલિ આકાશના તારાઓ જોઈ રહી હતી. બીજો પ્રહર પૂર્ણ થવામાં થોડી જ ક્ષણો બાકી હતી. વીરદેવના આગમનનાં ચિહ્નો દેખાતાં ન હતાં. તેણે શંબલને કહ્યું:
શંબલ, વીરદેવ હજુ ન આવ્યો.” “આવી જવા જોઈએ. કંઈ અમંગલ...' છી.. છી..નાયકની શક્તિ આગળ સેંકડો અમંગલો ભાગી જાય છે!”
તારી વાત સાચી છે શંબલ, પરંતુ આ તો યુદ્ધનો મામલો છે. શત્રુઓ ગીધ દૃષ્ટિથી આપણને શોધી રહ્યા છે.'
ભલે શોધે, હમણાં જ તે ગીધડાંઓ રણમાં રોળાઈ જશે.' બંને ચૂપ થઈ ગયાં. ઉત્તરની પહાડીઓમાંથી મશાલોનો પ્રકાશ દેખાવા લાગ્યો હતો. બન્નેને આશ્ચર્ય થયું, કારણ કે વીરદેવના સુભટો તો પશ્ચિમમાં રવાના થઈ ગયા હતા. ત્યાં વળી બીજા સૈનિકો ક્યાંથી પહોંચી ગયા? મગધના સૈનિક તો હવે પહાડીઓમાં પ્રવેશ કરવાનો સ્વાદ ચાખી ચૂકયા હતા. બંને ધારી ધારીને એ બાજુ જઈ રહ્યાં. ત્યાં બંનેની પાછળથી એકદમ ધીમો ધ્વનિ આવ્યો.
અંજલિ...શંબલ...'
અહીં...આ બાજુ, ” અવાજ વીરદેવનો હતો. અવાજ સાંભળી અંજલિએ પણ યોગ્ય જવાબ આપ્યો. વીરદેવ પાસે આવ્યો; અને કહ્યું :
For Private And Personal Use Only