________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૭
યુદ્ધ પ્રયાણ
‘એ તો ત્યાં ગયા પછી ખબર પડશે, પરંતુ મગધ યુવરાજ નંદન અત્યારે વીરદેવના કબજામાં છે!'
હૈં?'
‘હા, તેથી મગધ-સમ્રાટ યશોધર ખૂબ છંછેડાયો છે અને યુદ્ધ માટે તે સખત તૈયારીઓ કરી રહ્યો છે...'
‘અરે, પહેલાં પોતાના પુત્રને તો વીરદેવના કારાવાસમાંથી મુક્ત કરે!' વીરદેવે સમ્રાટને ચેતવણી પણ આપી છે.’
‘શાની?’
‘મહામાત્ય શ્રીષણને મારા હવાલે કરો, તમારો પુત્ર તમને મળી જશે.’ ‘ઘમંડી સમ્રાટ નહીં માને!'
‘બીજી ચેતવણી પણ આપી છે...’
‘કહો.'
‘જો શ્રીષેણને કોઈ કષ્ટ આપવામાં આવ્યું તો યુવાન યુવરાજ યમલોકમાં પહોંચી જશે!'
‘વાહ, વીરદેવ! વાહ!' શુભાંત બોલી ઊઠ્યા.
ધન્યવાદ જેટલો વીરદેવને આપો છો તેટલો જ અંજલિને આપો! આ યોજના બતાવી અંજલિએ અને પાર પાડી વીરદેવ!'
પ્રયાણ ઝડપી બન્યું. થોડા દિવસમાં જ સેનાપતિ વિમ્ભરાજ અને મહામંત્રી સોમપ્રભે મગધ-ભૂમિમાં પ્રવેશ કર્યો.
For Private And Personal Use Only