________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
૪૧૩
‘બે પ્રહર સુધી સતત પ્રયાણ કરીશું ત્યારે અંતર કંઈક કપાશે.' અંજલિએ કહ્યું. સતત બે પ્રહર સુધી પ્રયાણ કરતાં તેઓ એક અટવીમાં જઈ પહોંચ્યાં. અશ્વો પણ થાકી ગયા હતા. રાત્રિના અંધકારમાં હવે આગળ વધવું પણ ઉચિત ન હતું. અટવીમાં તેમણે પડાવ નાખ્યો. સુભટોએ આજુબાજુમાં પાણીની તપાસ કરી. થોડે દૂર પાણીનું એક નાનું સરોવર મળી ગયું. અશ્વોને પાણી પાયું અને ચારા માટે લીલું ધાસ નીર્યું.
એક પછી એક સુભટે જાગતા રહી ચોકી કરી. રાત્રિના અંતિમ પ્રહરમાં પુનઃ પ્રયાણ આરંભાયું. ત્રણ દિવસની મુસાફરીને અંતે તેમણે મગધ-ભૂમિમાં પ્રવેશ કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વીરદેવ, હવે સાવધાનીથી આપણે આગળ વધવું પડશે.'
‘આપણે પ્રતિપળ સાવધાન જ છીએ!'
‘હવે આપણે શત્રુના ઘરમાં પ્રવેશ કર્યો છે.’
‘શત્રુ ભલે ને ભેટી જાય!'
‘મુસાફર .’ ‘ક્યાંના?’
અંજલિ વીરદેવના તેજસ્વી ચહેરા સામે જોઈ રહી. વીરદેવે પાસેની એક ધર્મશાળામાં રોકાવાનો પ્રસ્તાવ મૂકયો. અંજલિએ માથું હલાવીને અનુમતિ આપી. વીરદેવે અશ્વને ધર્મશાળા તરફ વાળ્યો. તેણે જોયું તો ધર્મશાળામાં પાંચ-સાત પુરૂષો બેઠેલા દેખાયા. અશ્વોના હણહણાટથી તેમનું લક્ષ આ બાજુ દોરાયું. વીરદેવ નિકટ પહોંચ્યો. સામેથી અવાજ આવ્યો:
‘કોણ છે?’
‘ઉત્તરાપથના.’
‘ક્યાં જશો?'
તમારા ઘેર....
વીરદેવ ચિડાયો. તેનો હાથ કમર પર લટકતી કટારી પર ગયો. પાછળ અંજિલ આવી પહોંચી. વીરદેવને ખભે હાથ મૂક્યો. પાછળ પાંચ સુભટો પણ આવી ઊભા રહ્યા, ધર્મશાળામાં બેઠેલા માણસોએ મશાલ સળગાવી અને આગંતુકોની પાસે એક માણસ આવ્યો. મશાલના પ્રકાશમાં અંજલિએ ધર્મશાળાનું નિરીક્ષણ કરી લીધું. પેલો માણસ આવીને ધારી-ધારીને વીરદેવ, અંજલિ વગેરેને જોવા લાગ્યો. અંજલિને જોઈ તે ચમક્યો.
For Private And Personal Use Only