________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
રાજગૃહી શ્રીષણ પાંચ હજાર સુભટો સાથે વેશપરિવર્તન કરી મગધમાં પ્રવેશી ચૂક્યા હતા. કૌતુકમંગલથી રાજગૃહીં સુધીના માર્ગ પર ઠેર-ઠેર અયોધ્યાના સુભટો ગુપ્તવેશમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. શ્રીષેણ પોતે પ્રગટ વેશમાં રાજગૃહીમાં પ્રવેશ્યા. એ પૂર્વે એક હજાર સુભટો રાજગૃહીમાં પ્રવેશી ચૂક્યા હતા અને તેમણે બ્રાહ્મણોનો સ્વાંગ ધારણ કરી લીધો હતો. શ્રીષેણે મગધ-સમ્રાટથી માંડી એક-એક રાજપુરુષોનો પરિચય કરી મગધની રાજકીય પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરી લીધું હતું. મહત્ત્વની ગુપ્ત માહિતી પણ એકઠી કરી લખી લીધી હતી. હવે તેઓ વીરદેવની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
બીજી બાજુ ભગવાન ઋષભદેવની અહિંસામય સંસ્કૃતિના પ્રચારનું કાર્ય પણ શ્રીષેણે આરંભી દીધું હતું. પરંતુ તેના પ્રત્યાઘાત ઊલટા પડ્યા. બ્રાહ્મણોમાં રોષે ભરાયો. રાજપુરુષોમાં પણ અસંતોષ ફેલાર્યો. શ્રીષણ પ્રત્યે સૂક્ષ્મ આશંકા ફેલાવા લાગી.
મહારાજા સીમા-પ્રદેશના ગુપ્તચરો મહત્ત્વના સમાચાર લાવ્યા છે.” મગધના દંડનાયક સમને મગધસમ્રાટને સમાચાર આપ્યા.
સમાચાર વ્યકત કરો.” અયોધ્યાના સુભટો મગધભૂમિ પર ઠેરઠેર પથરાઈ ગયા છે.' કેટલા હશે?” “લગભગ બે-ત્રણ હજાર.' ‘તેથી ચિંતા જેવું નથી.'
કેમ ચિંતા નહીં? અયોધ્યાના મહામાત્ય શ્રીષેણ કેટલાક દિવસોથી રાજગૃહીમાં છે તે શું વિચારણીય નથી?'
શ્રીષેણ સાથે મારે અને મહામાત્ય મણિરત્નને વાતચીત થઈ ચૂકી છે. શ્રીષેણની યોજના જુદી જ છે.'
મહારાજાને જે સમજાયું હોય તે સત્ય હો, પરંતુ મારી દ્રષ્ટિમાં પરિસ્થિતિ જુદી વર્તાય છે.
સુમને કચવાતા મને વાત કહી, મૌન ધારણ કર્યું. ત્યાં મગધ મહામાત્ય પધારી ગયા. સાથે સેનાપતિ સુગુપ્ત પણ પ્રવેશ કર્યો. સેનાપતિની પાછળ મગધના કૂટનીતિજ્ઞ સૂર્યદેવ પણ આવી રહ્યા હતા. સહુએ સમ્રાટને પ્રણામ ર્યા અને યોગ્ય આસને બેસી ગયા. “દંડનાયક સુમને આપશ્રીને સમાચાર આપ્યા?” મહામંત્રીએ વાત શરૂ કરી.
For Private And Personal Use Only