________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
મગધ-અભિયાનની પૂર્વતૈયારી
આગંતુક પુરુષ લગભગ ત્રીસ વર્ષની આસપાસની વયનો તંદુરસ્ત યુવાન હતો. તેનો દેહ કદાવર હતો. તેની કમરે લાંબી તલવાર લટકી રહી હતી. તેના ગૌરવર્ણા મુખ પર સાહસનો ભાવ તરવરતો હતો. તેના લાંબા લાંબા બાહુ તેની વીરતાની સાક્ષી પૂરતા હતા. તેની આંખોમાં કર્તવ્ય-પાલનની દૃઢતા વર્તાતી હતી.
દશરથને આગંતુક યુવાન ગમી ગયો.
‘તને મહામાત્ય શ્રીષેણે અહીં મોકલ્યો છે?’
‘જી હા,’
‘મહામાત્યે તને શા માટે અહીં મોકલ્યો છે, તું જાણે છે ને?' ‘અયોધ્યાપતિની સેવામાં હું આવ્યો છું, એટલું જ જાણું છું.' સેવા કેવી રીતે કરીશ?'
‘આનાથી...’ યુવાને મ્યાનમાંથી કટારી ખેંચી કાઢી દશરથના ચરણોમાં ધરી. ‘આ કટારી અયોધ્યાપતિ સિવાય તો કોઈના ચરણમાં નહીં નમે ને?’ અયોધ્યાપતિ મારી વફાદારીનું અપમાન કરવા ચાહે છે?' યુવાનના મુખ પર રોષ ઊભરાયો.
‘અપમાન નહીં, સન્માન!' દશરથે હસીને જવાબ આપ્યો.
‘સન્માન હમણાં નહીં, મગવિજય પછી!' યુવાનનું મુખ શૌર્યથી લાલ લાલ બની ગયું.
‘ધન્ય, યુવાન! તારાથી હું પ્રસન્ન થયો છું. જાઓ, સ્નાનાદિથી નિવૃત્ત થાઓ, પછી મને મળો.
જેવી અયોધ્યાપતિની આજ્ઞા.
અનુચર આગંતુક યુવાનને અતિથિગૃહમાં લઈ ગયો. દશરથ જતા યુવાનને એકીટસે જોઈ રહ્યા.
આગંતુક યુવાનનું નામ વીરદેવ હતું. તે અયોધ્યાથી આવી રહ્યો હતો. અયોધ્યા મહામાત્ય શ્રીષેણે તેને મહારાજા દશરથની પાસે મોકલ્યો હતો. વીરદેવ બાલ્યકાળથી જ શિવભદ્રના આશ્રમમાં ઊછર્યો હતો. અયોધ્યાથી બારકોશ દૂર ગુરૂ શિવભદ્રની પાસે તે શિક્ષા પામ્યો હતો. શાસ્ત્રકળા સાથે શસ્ત્રકળામાં તેણે અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. શિવભદ્ર સાથે અયોધ્યાના મહામંત્રી શ્રીપેણનો ગાઢ સંબંધ હતો. શ્રીષેણ ઘણીવાર શિવભદ્રના આશ્રમમાં જતા અને
For Private And Personal Use Only