________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
વર મુનિવર બને છે! વર્ષો વીતતાં કેટલી વાર! વજબાહુ યૌવનમાં પ્રવેશ્યો. મકરધ્વજનું પણ અભિમાન ઓગાળી નાખે તેવું તેનું રૂપસૌન્દર્ય ખીલી ઊઠ્યું. અનેક રાજકન્યાઓ વજબાહુની સહચારિણી બનવા ઝંખવા લાગી. પિતા વિજયરાજ વજબાહુનો વિવાહ કરવા માટે ઉત્સુક બન્યા. વિજયરાજને વજબાહુ પર અતિરાગ હતો. વજબાહુ તે જાણતો હતો. વિવાહ પ્રત્યે વજબાહુ આતુર ન હતો. ભવના ભોગો તરફ તેનામાં સહજ ઉદાસીનતા પ્રગટેલી હતી.
ત્યાં વિજયરાજની સભામાં નાગપુરના રાજા ઇભવાહનના મહામંત્રી આવીને ઊભા. વિજયરાજે તેમને આવકાર્યા. પ્રણામ કરીને મહામંત્રીએ ઇભવાહનનો સંદેશ પેશ કર્યો.
મહારાજા! અમારા મહારાજાએ આપની પાસે એક માગણી કરવા માટે મને મોકલ્યો છે. આપ અમને નારાજ નહિ કરો તેવી શ્રદ્ધાથી અમે અહીં આવ્યા છીએ.”
મંત્રીશ્વર, મહારાજ ઇભવાહનની માગણી મારાથી કેવી રીતે નકારાય? પરંતુ તમે શાની માગણી કરવા આવ્યા છો, તે તો મને જણાવો!”
આપશ્રી કદાચ જાણતા હશો કે દેવી ચૂડામણિની પુત્રી મનોરમા યૌવનવયમાં પ્રવેશેલી છે. રૂપ અને કળામાં તે પારંગત બની છે. દેવી ચૂડામણિએ સુસંસ્કારોથી મનોરમાને શણગારી છે.
મહારાજા ઇભવાહનની ઇચ્છા છે કે આપના સુપુત્ર વજબાહુકુમારની સાથે મનોરમાનું લગ્ન કરવું.” મહામંત્રીએ માગણી સ્પષ્ટ કરી. વિજયરાજા પ્રસન્ન થયા. એક દિવસ વિચાર-વિનિમય કરીને બીજે દિવસે પ્રત્યુત્તર આપવાનું કહીને વિજયરાજે મહામંત્રીને અતિથિગૃહમાં રોકાવા કહ્યું. | વિજયરાજે પટરાણી હિમચૂલાને વાત કરી. જો કે હિમચૂલાના હૈયામાં પુત્રોને સંસારના ભોગમાર્ગે વાળવાની ભાવના ન હતી. પરંતુ પતિના અભિપ્રાયને તે જાણતી હતી. તેમાંય વજબાહુ પ્રત્યેનો રાજાનો અનુરાગ કેવો તીવ્ર છે તે તેના ખ્યાલ બહાર ન હતું. એણે વિજયરાજને સંમતિ આપી.
વિજયરાજે નાગપુરના મહામંત્રીને બોલાવ્યા અને શુભ સમાચાર આપ્યા. મહામંત્રી ખુશ થઈ ગયા અને ટૂંક સમયમાં જ લગ્ન કરવાનું નક્કી કરી મહામંત્રી નાગપુર ઊપડી ગયા.
વજબાહુને પોતાના વિવાહના સમાચાર મળ્યા. તેના હૈયામાં કોઈ આનંદની અનુભૂતિ ન થઈ, તેમજ કોઈ ખેદ પણ ન થયો. સંસારના ભાવોને તે જ્ઞાનદૃષ્ટિથી
For Private And Personal Use Only