________________
Shri Mahavir Jain Aradhana Kendra
જૈન રામાયણ હેં!' ‘જી હાં!'
www.kobatirth.org
‘અને આપ?’ શુભમતિએ દશ૨થ સામે જોયું.
‘એમનો મિત્ર!’ દશરથે વાતને ફેરવી તોળી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
‘મિત્રનું નામ?’
‘હમણાં નહિ કહું! હમણાં તો રિવાહનને સ્વાદ ચખાડી લેવા દો. પછી બધી વાત નિરાંતે થશે.'
શુભતિ અને જનક શસ્ત્રસજ્જ બનીને થારૂઢ બન્યા.
‘કેમ દેવી, ૨થનું સારથિપણું કરશો ને?' દશરથે કૈકેયીના સામે જોયું.
જેવી મારા નાથની આજ્ઞા!’ કૈકેયીએ શરમાતાં શરમાતાં દશરથની આંખોમાં આંખો પરોવી, દશરથની આજ્ઞાને સ્વીકારી લીધી. કૈકેયી બોતેર કળાઓમાં નિપુણ રાજપુત્રી હતી. તેમાંય રથને હંકારવાની કળામાં તો તે અત્યંત પારંગત હતી.
For Private And Personal Use Only
દશરથ માટે રથ તૈયાર ઊભો હતો. કૈકેયીએ અશ્વોની લગામ હાથમાં પકડી. દશરથે છાતી પર અભેદ્ય કવચ ધારણ કરી લઈ, હાથમાં ધનુષ્યબાણ ધારણ કરી લીધાં. કૈકેયીએ રથને રણાંગણમાં હંકારી મૂકયો,