________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક ૪૨. કૈકેયીના સ્વયંવરમાં ‘બિભીષણ, ખર અને દૂષણને સાથે લઈ જવા ઠીક છે.”
ના રે, મારે કોઈનું કામ નથી. હું એકલો જ બસ છું!' ‘દૂર જવાનું છે.'
ભલેને સ્વર્ગલોકમાં જવાનું હો!” “ધન્ય છે તારી વીરતાને..”
માથે રત્નજડિત મુગટ, કાને સ્વર્ણના કુંડલ, વક્ષ:સ્થળ પર અભેદ્ય કવચ, કમરે લટકતી તીક્ષ્ણ કુમાણ, લીલું રેશમી અધોવસ્ત્ર, હાથમાં ચકમક થતું વિજયી ત્રિશૂળ અને પગમાં કાષ્ઠમય ઉપાનહ! બિભીષણ યુદ્ધસજ્જ બની અયોધ્યા જવા તૈયાર થયો, લંકાપતિની અનુજ્ઞા લેવા આવ્યો. લંકાપતિ તેને સાથે ખર-દૂષણને લઈ જવા કહ્યું, પરંતુ પરાક્રમી બિભીપણને જરૂર ન લાગી.
તેણે આકાશમાર્ગે પ્રયાણ કર્યું. દેશ-વિદેશની શોભા જોતો બિભીષણ મધ્યરાત્રિના સમયે અયોધ્યાની બહાર આવી પહોંચ્યો. અયોધ્યાના ઉત્તુંગ કિલ્લાને જોઈ અયોધ્યાની ભવ્યતાનું તેણે અનુમાન કર્યું. કિલ્લાના બુરજ પર જાગ્રત દશામાં ચોકી કરી રહેલા સશસ્ત્ર સૈનિકોને જોઈ અયોધ્યાના રાજ્યવહીવટની કુશળતાનું તેણે માપ કાઢ્યું.
ત્યાંથી તે સીધો આકાશમાર્ગે નગરના મધ્ય ભાગમાં પહોંચ્યો. ત્યાંથી પગમાર્ગે જ તે રાજમહેલ તરફ આગળ વધ્યો. ગગનચુંબી રાજમહાલયના દ્વારે તેણે સશસ્ત્ર, સશકત અને જાગ્રત પહેરેદારોને ભમતા જોયા. તેના મનમાં વિચાર તો આવી ગયો કે પહેરેદારોને પડકારી બિભીષણના આગમનનું નિવેદન કરી દઉં! પરંતુ સાથે બીજો વિચાર આવ્યો કે “હમણાં નહિ જે કાર્ય માટે આવ્યો છું એ કાર્યને પતાવી દઉં પછી જ અયોધ્યાના સૈનિકોનું માપ કાઢું!”
તે વિદ્યાશક્તિથી અદશ્યપણે મહેલમાં પ્રવેશ્યો. જ્યાં દશરથનું શયનમંદિર હતું, ત્યાં પહોંચી ગયો. શયનમંદિરના દ્વારે ઊભેલા અંગરક્ષકોને ત્રિશુળના પ્રહારથી જખ્ખી કરી તે અંદર ઘૂસ્યો.
શયનમંદિરમાં દીપકો સાવ ધીમા સળગી રહ્યા હતા. ઝાંખા પ્રકાશમાં તેણે પલંગમાં સૂતેલા દશરથને જોયો. તેનો રોષ ઊછળી આવ્યો. તેણે તલવારનો એક પ્રબળ પ્રહાર કરી દશરથનું ગળું કાપી નાખ્યું.
For Private And Personal Use Only