________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૩૬૭ અત્યારે શા કારણે પધારવાનું થયું? મહામાત્યે પ્રશન કર્યો. મહાપુરના મહારાજાનો એક મહત્ત્વનો સંદેશો આપવા માટે.” મહામંત્રીએ શિબિરની અંદર ચારે કોર દૃષ્ટિ નાંખી. રાજા સિંહરથ અને મહામાત્ય સિવાય બધા જ બહાર નીકળી ગયા, મહામંત્રીએ કહ્યું.
“મહારાજા સોદાસની એવી અંતરેચ્છા છે કે યુદ્ધ બે સૈન્ય વચ્ચે ન થાય. પરંતુ બે રાજાઓ વચ્ચે થાય.' સિહરથ સામે જોઈ મહામંત્રીએ ટૂંકી ભાષામાં કથની કહી દીધું.
“શું અયોધ્યાનું અજેય સૈન્ય જોઈ મહાપુરનરેશ ગભરાઈ ગયા?” સિંહથે લંગમાં કહ્યું.
હા હા હા હા... મહારાજા સોદાસ જેવા પરાક્રમી નરવીર ગભરાય! ભૂલ્યા મહારાજા! મહારાજા સોદાસ કહે છે કે આપણે બંને ભગવાન ઋષભદેવના વંશજ છીએ. આપણા અંગત સ્વાર્થ માટે લાખો જીવોનાં લોહીની નદીઓ વહેવડાવવી ઉચિત નથી. માટે બંને રાજાઓ જ લડી લે!' મહાપુરના મહાપ્રાજ્ઞ મંત્રીએ હસતાં હસતાં વાતને સ્પષ્ટ કરી.
મહામાત્ય સિંહરથ સામે જોયું. સિંહરથે સંમતિ દર્શાવી, સોદાસનું આહ્વાન સ્વીકારી લીધું. મહાપુરના મંત્રીએ આનંદ વ્યકત કર્યો અને જવાની રજા માંગી.
બને છાવણીઓમાં જાહેર કરવામાં આવ્યું કે “યુદ્ધ બે સૈન્ય વચ્ચે નહીં થાય, પરંતુ બ રાજાઓ વચ્ચે થશે.”
જુઓ આ છે સંસારની વિચિત્રતા! પુત્ર પિતા સામે યુદ્ધના મેદાનમાં ઊતરે છે! એ પણ શ્રી રામના પૂર્વજો! ભગવાન શ્રી ઋષભદેવના વંશજો! કર્મો કોને ભાન નથી ભુલાવતાં?
બે બાજુ બંને સૈન્ય શસ્ત્ર નીચે મૂકીને ઊભાં રહી ગયાં. બંને રાજાઓ રથારૂઢ થયા. બન્નેના રથ સામસામા આવી ગયા.
પહેલાં તું પ્રહાર કર!” સોદાસે સિંહરથને કહ્યું. સિહરથે ધનુષ્ય પર તીર ચઢાવ્યું. કાન સુધી પણછ ખેંચીને તેણે સોદાસ પર છોડ્યું. તીર સોદાસના કાન પાસે થઈને પસાર થઈ ગયું. સોદાસે એક સાથે દસ તીર છોડ્યાં, સિંહરથે વચ્ચેથી જ તીરોને તોડી નાંખ્યાં અને પાંચ તીર છોડી સીદાસના રથના અને ઘાયલ કરી દીધો. સોદાસે પાંચ તીર છોડી સિંહાથના મુગટને ઉડાવી દીધો અને પોતાના રથને સિહરથના રથની લગોલગ લાવી
For Private And Personal Use Only