________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
સોદાસનું ઉત્થાન ‘હોય છે પરંતુ માલિક તો મરી ગયો! હવે એ પોતાનો યોગ્ય માલિક શોધશે! જુઓ, સવારથી એ નગરમાં ફરી રહ્યો છે. હજુ કોઈના પર પણ તેણે અભિષેક કર્યો નથી.'
વાત એમ બની હતી કે મહાપુરના મહારાજાનું મૃત્યુ થયું હતું. મહારાજાને કોઈ સંતાન ન હતું. રાજ્યના માલિકનો નિર્ણય કરવા મંત્રીમંડળે પ્રાચીન પરંપરાનું અનુસરણ કર્યું હતું. રાજહસ્તીની સૂંઢમાં સુવર્ણ કળશ આપ્યો હતો. હાથીને સુંદર શણગાર્યો હતો. હાથી જેના પર સુવર્ણ કળશનો અભિષેક કરે તેને રાજા બનાવવાની ઘોષણા કરી હતી. સવારથી હાથી નગરમાં ફરી રહ્યો હતો. હાથીની પાછળ સમગ્ર મંત્રીમંડળ અને નગરનું અગ્રગણ્ય મહાજન પણ ફરી રહ્યું હતું.
હાથી સમગ્ર દિવસ નગરમાં ફરી, નગરની બહાર વળ્યો. ઉઘાન તરફ હાથ આવતો દેખાયો. પેલા ચર્ચા કરવાવાળા પણ ત્યાંથી ઊડ્યા અને હાથી તરફ ચાલ્યા. સોદાસ તો ત્યાં જ બેસી રહ્યો. હાથી ઉદ્યાનમાં પ્રવેશ્યો અને ઉદ્યાનને દ્વારે તે ઊભો રહ્યો. સોદાસ તરફ તે ઝડપથી ચાલ્યો. સોદાસની પાસે આવીને તેણે મહાન હર્ષધ્વનિ કર્યો... અને તરત સુવર્ણ કળશનો સોદાસ પર અભિષેક કર્યો. મંત્રીવર્ગે અને પ્રજાજનોએ જય જયકાર કરી મૂક્યો.
હાથી ત્યાં બેસી ગયો. મંત્રીવર્ગે સોદાસને પ્રણામ કર્યા અને વિનંતી કરી : “હે મહાપુરુષ! આપના પર મહાપુર રાજ્યના અધિપતિનો અભિષેક થયો છે. આપ આ પટહસ્તી પર આરૂઢ થાઓ અને નગરને પાવન કરો.”
સોદાસના આશ્ચર્યની સીમા નહીં. તેણે આંખો બંધ કરી ગુરૂદેવને મનોમન ભાવપૂર્વક વંદના કરી.. “પ્રભો! આપની જ કૃપાનો આ પ્રભાવ છે!' મંત્રીવર્ગ રત્નજડિત થાળમાં રાજમુકટ હાજર ર્યો. સુવર્ણ થાળમાં રાજયોગ્ય વસ્ત્ર આભૂષણો સામે ધર્યા. સોદાસે શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી રાજવી વેશ ધારણ કર્યો. મહામંત્રીએ જયનાદ કરવાપૂર્વક માથે મુકુટ પહેરાવ્યો.
સોદાસ પટ્ટહસ્તી પર આરૂઢ થયો. બે બાજુ ચામર લઈ રાજરમણીઓ ઊભી રહી ગઈ. સોદાસનું રાજતેજ પુનઃ પ્રકાશી ઊર્યું. કોણ જાણતું હતું કે આ તો અયોધ્યાના નાથ છે!
સવારી નગર તરફ આવી. નગરની નારીઓએ નગરના પ્રવેશદ્વારે અક્ષત કંકુથી નૂતન રાજાનું સ્વાગત કર્યું. નગરની ઊંચી અટ્ટાલિકાઓ પરથી કુસુમવૃષ્ટિ કરી. મંગલ નૂર રણકી ઊઠી. સન્નારીઓએ ધવલ ગીતથી નગરથી શેરીઓમાં યૌવન આયું, સહુ કોઈ સોદાસને જોઈ પ્રસન્નતા અને આનંદ અનુભવી રહ્યાં.
For Private And Personal Use Only