________________
39
વૈગવતી !
પુરોહિત શ્રીભૂતિની પત્ની સરસ્વતી. એની કૂખે તારો જન્મ થયો છે. યુવાવસ્થામાં તું આવી છે. રૂપ તારું ભારે આકર્ષક છે. શરીર તાર હૃષ્ટપુષ્ટ છે. પિતાજી વિપુલ સંપત્તિના માલિક છે અને છતાં આનંદ ઉપજાવે એવી હકીકત એ છે કે તને ધર્મ પ્રત્યે આકર્ષણ ભારે છે. ધર્મકાર્યોમાં તારી રુચિ ગજબની છે.
એક દિવસ.
તું રસ્તા પરથી પસાર થઈ રહી છે અને નગરજનોનાં ટોળેટોળાં એક જ દિશામાં જઈ રહ્યાનું તને દેખાયું છે. કુતૂહલથી તું પણ એ જ દિશામાં વળી છે અને આગળ જતાં તને ખ્યાલ આવી ગયો છે કે નગરજનો શા માટે અહીં આવી રહ્યા છે ?
જબરદસ્ત ત્યાગી અને ભીષ્મ તપરવી એવા સુદર્શન નામના મુનિવર કાઉંરાધ્યાને ઊભા છે અને નગરજનો ભારે બહુમાનભાવપૂર્વક એમને વંદનાદિ કરી રહ્યા છે. કોણ જાણે શું સૂઝ્યું તને, તેં મશ્કરીમાં એ પવિત્ર મુનિવર પર લોકોની વચ્ચે આરોપ મૂકી દીધો છે.
‘તમે જે મુનિવરને ઉછળતા હૈયે વંદનાદિ કરી રહ્યા છો એ મુનિવરને તો મેં એક સ્ત્રી સાથે ક્રીડા કરતા જોયા છે.
‘હેં ?’
‘ક્યાં છે એ સ્ત્રી ?’ ‘ક્યાંક મોકલી દીધી છે એમણે’
ખલાસ ! જે મુનિવર પાછળ લોકો પાગલ હતા એ મુનિવરના અવર્ણવાદ કરવામાં લોકો વ્યસ્ત તો બની ગયા છે પણ મુનિવર સુદર્શન પોતાના ૫૨ મુકાયેલ આળથી થઈ રહેલ શાસન હીલનાથી ભારે વ્યથિત થઈ ગયા છે. એમણે અભિગ્રહ ધારણ કરી લીધો છે કે—
મારા પર મુકાયેલ આ કલંક જ્યાં સુધી નહીં ઊતરે ત્યાં સુધી હું કાઉસગ્ગ ધ્યાનમાં લીન જ રહીશ.’ અને, કાઉસ્સગ્ગ ધ્યાનના આ પ્રભાવે, વેગવતી, શાસન દેવતાએ તારા મુખને એકદમ શ્યામ અને વિકૃત બનાવી દીધું છે. કોલસા કરતાં ય વધુ કાળા અને વક્ર તારા મુખને જોઈને તારા પિતા શ્રીભૂતિ સ્તબ્ધ થઈ ગયા છે. એમણે તને પૂછ્યું છે.
‘વેગવતી, કોઈ દવા લઈ લીધી છે ?’ ‘ના’ કોઈ ઔષદ્યાદિનો પ્રયોગ કર્યો છે ?’ “ના” ‘કોઈએ તારા પર કોઈ પ્રયોગ કર્યો છે?’ ‘ના’
‘તેં કોઈ ભૂલ વગેરે કરી છે ?’
૭૦