________________
મૈત્રીભાવ અકબંધ છે. એના પ્રતાપે કાળ કરીને એ મુનિવર સર્વાર્થસિદ્ધ વિમાનમાં પધારી ગયા છે.
આ બાજુ ધર્મરુચિ અણગારની ભાળ મેળવવા વનમાં આવી પહોંચેલા અન્ય મુનિઓને એ મુનિવરનું હાડપિંજર જ જોવા મળ્યું છે. તેઓએ સ્થાને આવીને ગુરુદેવને આ હકીક્ત જણાવી છે અને નાગશ્રી, ધર્મોપસૂરિજીએ લોક સમક્ષ તારા દુષ્કાર્યને જ્ઞાનથી જાણીને પ્રગટ કરી દીધું છે. તારા સ્વજનોને એનો ખ્યાલ આવતાં તને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે અને સર્વ સ્થળોએ ભટકતાં ભટકતાં જંગલમાં આવી ચડેલી તું દાવાનળમાં દગ્ધ થઈને છઠ્ઠી નરકમાં રવાના થઈ ગઈ છે.
નાગી ! તપસ્વી મુનિવરના પાતરામાં કડવી તુંબડીનું શાક તે વહોરાવી તો દીધું છે. પણ તારા એ દુષ્કા તારા જન્મજન્માન્તરી કડવા ઝેર જેવા બનાવી દીધા છે.
પ્રભુ, નબળા, નકામા, નિરર્થક અને નુકસાનકારી દ્રવ્યોનું દાન કરવાની દુર્બુદ્ધિનો શિકાર હું ક્યારેય ન બનું એવી કૃપા તું મારા પર વરસાવતો જ રહેજે. કારણ કે દાન દ્વારા મારે એ સ્થાન પામવું છે કે જે સ્થાને ન દુઃખ હોય કે ન દોષ હોય. ન પાપ હોય કે ન સંતાપ હોય. એ સ્થાનની પ્રાપ્તિ તુચ્છ હૃદય સાથે કરેલા દાનથી ક્યાંથી ?
૪૧