________________
@
@
@ @ ૪૫ @ जइ गुरुण चक्खूआलोए य पणाम न करेइ
पायच्छित्तं विसंभोगो वा।
- પંચકલ્પભાષચૂર્ણિ થ.
તૃષાતુર માણસની આંખમાં, નિર્મળ જળ દેખાયા પછી ય ચમકે નહીં આવે? અસંભવે ! દરિદ્રાવસ્થાનાં જાલિમ દુઃખોને ભૂતકાળમાં અનુભવી ચૂકેલા અને કોક શ્રીમંતના સહારે આજે કરોડપતિ બની ચૂકેલા એ શ્રીમંતના હૈયામાં પોતાના એક વખતના ઉપકારી શ્રીમંતના દર્શને અહોભાવનાં પૂર નહીં ઉમટે ? અસંભવ ! શિલ્પીની કરામતથી આજે પ્રતિમા બનીને લાખોનાં વંદન-નમસ્કારને ઝીલી રહેલ એક વખતનો પથ્થર શિલ્પીના દર્શન પાગલ પાગલ બની ગયા વિના રહેશે ? અસંભવ ! મુનિ! આજે તારા હાથમાં નિષ્પાપ સંયમજીવન છે, કર્મનાશક અને પાપઘાતક તપશ્ચર્યા અને સ્વાધ્યાયાદિ યોગોથી તારું જીવન આજે સુશોભિત છે. શુભ યોગ અને શુભ ઉપયોગ આજે તારા જીવનમાં અને મનમાં સ્થાન જમાવીને બેઠા છે. શુભ અધ્યવસાયોની છોળો તારા અંતરમાં આજે નિરંતર ઉછળી રહી છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ય મનની સમાધિ તું અકબંધ રાખી શકે છે.
થઈ જતાં પાપો બદલ આજે તું રડી શકે છે. સદ્ગતિગમનની સંભાવનાને તું આજે લગભગ નિશ્ચિત્ત કરી બેઠો છે. કર્મબંધ-કર્મક્ષયનાં કારણોની વ્યવસ્થિત જાણકારીનો તું આજે સ્વામી બની શક્યો છે. તારા જીવનની આટલી બધી જમા” બાજુઓનો યશ કોઈ એક જ પરિબળને ફાળે જતો હોય તો એ પરિબળનું નામ છે, તારા અનંતોપકારી “ગુરુદેવ’. એમણે જો તને સંયમજીવન માટે યોગ્ય ને માન્યો હોત, સંયમજીવન આપ્યા પછી ય એમણે જો તને વાત્સલ્ય-વાચનાદિ આપવા દ્વારા સંયમજીવનમાં સ્થિર ન કર્યો હોત, તારી અલનાઓને ભૂલતા રહીને ય એમણે તને આગળ વધારતા રહેવાના પ્રયાસો ન કર્યા હોત, તારા હિતને જ આંખ સામે રાખીને એમણે ક્યારેક તારા સુખ પ્રત્યે ય જો લાલ આંખ ન કરી હોત તો આજે તારી પાસે જે ઉત્તમ જીવન છે, ઉત્તમ અધ્યવસાયો છે, ઉત્તમ આલંબનો છે, ઉત્તમ અનુષ્ઠાનો છે અને ઉત્તમ યોગો છે, તું શું એમ માને છે ખરો કે એમાંનું કાંઈ પણ તારી પાસે હોત ખરું? જો ના, તો જવાબ આપ. એ ઉપકારી ગુરુદેવના દર્શન માત્રથી તારું મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે ખરું? એમના સ્મરણ માત્રથી તારા હૈયામાં સ્પંદનો ઊઠવા લાગે છે ખરાં? જો સંતોષજનક પ્રત્યુત્તર આ પ્રશ્નોનો તારા અંતઃકરણમાંથી ન ઊઠતો હોય તો અમે તને કહીએ છીએ કે અધ્યાત્મજગતનો તું ગુનેગાર છે. કર્મસત્તા તારા લમણે સજા ઝીંકીને જ રહેવાની છે. સાવધાન !
૮૯
(
0