________________
क्लेशवशनिर्मितं च सुकृतमपि दुष्कृतायते।
- સંદેહ દોલાવલી
લગડી સોનાની પણ એને ગરમ કરીને સામાને ભેટ આપવા તમે ગયા. સામો માણસ એ લગડી સ્વીકારશે ખરો? હરગિજ નહીં. થાળીમાં તમે એને મીઠાઈ પીરસી પણ એ પીરસતાં ‘લો, બાળો તમારું પેટ’ એવા શબ્દો તમે મુખમાંથી ઉચ્ચાર્યા. જમવા બેઠેલ મહેમાન એ મીઠાઈ ખાશે ખરા? હરગિજ નહીં. મુનિ! તારા સહવર્તિ મુનિએ એક જ દિવસમાં ૧૦૦ ગાથા કંઠસ્થ કરી. એના પ્રત્યેની ઈર્ષ્યાથી પ્રેરાઈને તે એક જ દિવસમાં ૨૦૦ ગાથા કંઠસ્થ કરી દીધી. તારા સ્વાધ્યાયક્ષેત્રના એ પુરુષાર્થને
સુકૃત'નું લેબલ લાગી શકશે ખરું? ‘હરગિજ નહીં. ભૂલ તારી નાની હતી પણ ગુરુએ ઠપકો તને ખૂબ મોટો આપ્યો. તને રીસ ચડી ગઈ. રીસમાં ને રીસમાં તેં અટ્ટમનું પચ્ચકખાણ કરી લીધું. તપક્ષેત્રના તારા આ પરાક્રમ પર અનંતજ્ઞાનીઓ ‘સુકૃત’ની મહોરછાપ લગાવશે ખરા? હરગિજ નહીં. કારણ? સુકૃત તારું સોનાની લગડી જેવું
પણ એના પ્રાદુર્ભાવના મૂળમાં ન સુકૃતનો કોઈ પક્ષપાત કે ન સુકૃત પ્રત્યે કોઈ સભાવ, બલ્ક, કોકના પ્રત્યેનો ઈર્ષાભાવ કે કોકના પ્રત્યેનો દ્વેષભાવ. દૂધ સારું પણ સર્પના પેટમાં જઈને એ જેમ ઝેરમાં રૂપાંતરિત થઈ જાય છે તેમ દૂધ જેવું સુંદર મજેનું સુક્ત પણ એના ગર્ભમાં જો ઈર્ષ્યા-કલેશાદિ મલિન ભાવો હોય છે તો દુષ્કૃતમાં રૂપાંતરિત થઈ જાય છે. આનો તાત્પર્યાર્થ ? આ જ કે દૂધને સ્વીકારનારનું પેટ જો પાત્ર’ હોવું જરૂરી છે તો સુતને આચરનારનું અંતઃકરણ સ્વચ્છ અને પવિત્ર હોવું જરૂરી છે. કરુણતાની પરાકાષ્ટા તો એ છે કે તેં ભૂતકાળના અનંતભવોમાં એકાદ-બે સુકૃતો જ નથી સેવ્યા, સુકૃતોની જેને ખાણ કહી શકાય એવાં સંયમજીવનો અંગીકાર કર્યા છે અને એ સંયમજીવનો પણ એકાદ-બે નહીં પણ અનંત અનંત અંગીકાર કર્યા છે અને છતાં આજેય તારીસંસારમાં રખડપટ્ટી ચાલુ છે. જે સંયમજીવન વધુમાં વધુ સાત-આઠ ભવમાં આત્માને મોક્ષમાં મોકલી દેવાની ક્ષમતા ધરાવી રહ્યું છે એ સંયમજીવન તે અનંતવાર અંગીકાર કરવા છતાં તારો મોક્ષ નથી થયો એ વાસ્તવિકતા એટલું જ સૂચવે છે કે તું ક્યાંક થાપ ખાઈ ગયો છે. સંયમજીવનને સુકૃતનું લેબલ લાગી શકે એવી પાત્રતા વિકસાવવામાં તું ક્યાંક ઊણો ઊતર્યો છે. એટલું જ કહીએ છીએ અમે તને. તું ગાયનું પ્રતિનિધિત્વ ધરાવતો થઈ જા. ગાય ઘાસનું રૂપાંતરણ પણ દૂધમાં કરી નાખે છે. તું બાહ્યથી દેખાતા દુષ્કૃતનું પણ સુકૃતમાં રૂપાંતરણ કરી નાખ.