________________
धर्मश्रवणे यत्नः सततं कार्यो बहुश्रुतसमीपे
हितकाक्षिभिर्नृसिंहः।
- ષોડશકે - ૧૬ થી.
દરિદ્ર માણસ સંપત્તિ માટે કઈ પળે પ્રયત્નશીલ નથી હોતો એ પ્રશ્ન છે. રોગી માણસે ઔષધસેવન માટે કઈ પળે જાગ્રત નથી હોતો એ પ્રશ્ન છે. ગાઢ જંગલમાં ભૂલો પડી ગયેલ માણસ કઈ પળે રસ્તો શોધવા ફાંફાં મારતો નથી હોતો એ પ્રશ્ન છે. અંધ માણસ કઈ પળે આંખવાળાનો હાથ પકડવા તૈયાર નથી હોતો એ પ્રશ્ન છે.
હજામ પાસે નહીં. ગુમરાહ માણસ રસ્તાની જાણકારી મેળવવા જો માર્ગશને જ શોધે છે. અલેલટપુને નહીં. અંધ માણસ પોતાનો હાથ ચક્ષુષ્માનના હાથમાં મૂકવા જ જો તૈયાર થાય છે, અંધના હાથમાં નહીં તો એ જ ન્યાયે ધર્મશ્રવણ માટે તારે કોક બહુશ્રુતના ચરણમાં જ બેસવાનું છે ગમે તેવા અગીતાર્થના કે પોતાની જાતને વિદ્વાન માની બેઠેલાના ચરણમાં નહીં, જવાબ આપ તું. શ્રવણના ક્ષેત્રે તને સ્વપ્રશંસાશ્રવણમાં, પરનિંદાશ્રવણમાં, વિકથાશ્રવણમાં કે બહિર્ભાવપોષક શ્રવણમાં રસ નથી જ એવું તું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં છે ખરો ? જો આ પ્રશ્નનો તારો જવાબ ‘ના’માં હોય તો અમારે તને કહેવું છે કે તારું ભાવિ તો અંધકારમય છે જ પરંતુ તારું વર્તમાન સંયમજીવન પણ માત્ર સમય પસાર કરનારું જ કે જીવન પૂરું કરનારું જ બની રહેવાનું છે. કારણ? કામ વિનાનો સંસારી માણસ જેમ રખડતો રહીને જ જીવન પૂરું કરી દેતો હોય છે તેમ સ્વાધ્યાયના રસ વિનાનો સંયમી સંયમઘાતક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને જ પોતાનું સંયમજીવન પૂરું કરી દેતો હોય છે. એટલું જ કહીએ છીએ અમે તને કે પરલોકને બરબાદ કરતા અને સંયમજીવનને કૂચા બનાવી દેતા આ ગલત રાહેથી તું અત્યારે ને અત્યારે જ પાછો ફરી જા. યત્ન ધર્મશ્રવણમાં જ અને એ ય સતત ! અને એ ધર્મશ્રવણ પણ બહુશ્રુત સમીપમાં જ ! તારો બેડો પાર છે !
મુનિ !
સાચે જ જો તું કર્મમુક્ત બનવા માગે છે, કષાયમુક્ત બનવા માગે છે, દોષમુક્ત બનવા માગે છે, તો તારે એક જ કામ કરવા જેવું છે. ધર્મશ્રવણમાં યત્ન ! કારણ? કર્મબંધનાં કારણોની જાણકારી તને ધર્મશ્રવણથી જ મળશે. કષાયોના જાલિમ વિપાકોની જાણકારી તને ધર્મશ્રવણથી જ મળશે. દોષોથી સર્જાતી અમૈત્રી, સંક્લેશોની હારમાળા વગેરેની વાસ્તવિક સમજણ તને ધર્મશ્રવણથી જ મળશે. પણ સબૂર ! દરિદ્ર માણસ સંપત્તિ પ્રાપ્તિના ઉપાયોની જાણકારી મેળવવા જો શ્રીમંત પાસે જ જાય છે, ભિખારી પાસે નહીં રોગી માણસ ઔષધોની સમજ મેળવવા જો ડૉક્ટર પાસે જ જાય છે,