________________
@
@
@ ૧૩
@
@
संयम प्राप्य विषयेषु निरपेक्षेण भवितव्यम्।
- ઇન્દ્રિયપરાજયશતક
જીભ ! એના પર ઘી મૂકો કે તેલ, ચીકાશને પકડી રાખવાનું એના સ્વભાવમાં જ નહીં. ડામરની સડક ! એના પર લગ્નના વરઘોડા નીકળે કે કોકની સ્મશાનયાત્રા નીકળે, એની અસર લેવાનું એના સ્વભાવમાં જ નહીં. ટપાલ પેટી ! એમાં હર્ષના સમાચારો આપતી પત્રિકાઓ હોય કે મરસિયાના સમાચારો આપતા કાગળો હોય, એની અસરથી એ સર્વથા અલિપ્ત. બેંકનો કૅશિયર ! લાખોની રકમના ચેક બેંકમાં જમા થાય કે લાખોની રકમની બેંકમાંથી ઉપાડ થાય, એને કોઈ જ હરખશોક નહીં. મુનિ! કબૂલ, તારી પાસે સંયમજીવન છે. કબૂલ, શરીર સામે તેં ખુલ્લો સંગ્રામ માંડી દીધો છે. કબૂલ, કર્મોનો સફાયો બોલાવતા રહેવાનું એક માત્ર લક્ષ્ય તે નક્કી કરી દીધું છે તો પણ અમે તને કહીએ છીએ કે વિષયો વિના સર્વથા તો તારે ચાલવાનું નથી જ. શરીરના માધ્યમે તારે સાધનાઓ કરવાની છે, શરીરને ટકાવનારો ખોરાકે તારે લેવો જ પડશે.
ખેથી તારે ઇર્યાસમિતિ પાળવાની છે.
જાતજાતનાં દશ્યો તારી આંખ સામે આવશે જ. કાર્નથી તારે વાચનાઓ સાંભળવાની છે. વાચનાઓ સિવાયના બીજા અનેક પ્રકારના શબ્દો સાંભળવાનું તારે રહેશે જ. વસ્ત્ર-પાત્ર-ઉપાધિ વગેરે ઉપકરણોનો ઉપયોગ તારે કરવાનો આવશે જ. ભલે તેં સ્વજનધૂનન કર્યું છે તો ય અનેક પ્રકારની વ્યક્તિઓના પરિચયમાં તારે આવવાનું બનશે જ. ચેતવણી તો અમારે તને એ આપવાની છે કે વિષયોનો આ સંપર્ક તારા રાગ-દ્વેષને વધારનારો ન બની રહે, તારા અસંતોષને ભડકાવનારો ન બની રહે, તારી અતૃપ્તિની અનાદિની આગ માટે ઇંધણકાર્ય કરનારો ન બની રહે એ અંગે તું ખૂબ સાવધ રહેજે. મીણને આગનો સંપર્ક થાય અને છતાં એને પીગળવા ન દેવું, ઋતુ વસંતની હોય અને છતાં કોયલને ટહુકવા ન દેવી, પવન વાવાઝોડાનો હોય અને છતાં રસ્તા પર પડેલી ધૂળને ઊડવા ન દેવી, પૂર પ્રલયકાળનું હોય અને છતાં ઘાસના તણખલાંને એમાં તણાવા ન દેવું એ જેટલું પરાક્રમ માગે છે, એના કરતા અનેકગણું પરાક્રમ વિષયોના સંપર્ક છતાં આત્માને રાગ-દ્વેષથી બચાવતા રહેવાનામાં દાખવવું પડે છે. આ વાસ્તવિકતાને તારા સંયમજીવનમાં સતત આંખ સામે રાખજે. શું કહીએ તને અમે ? શરીર વિષયોથી ટકે છે, મનને વિષયો ગમે છે અને આત્મહિતમાં આત્માને વિષયો નડે છે. કલ્પના કરી જોજે તું. આત્માને માટે ખતરનાક હોવા છતાં મનને ખૂબ ખૂબ ગમી રહેલા એ વિષયોથી આત્માને અલિપ્ત રાખવાનું કામ, નિરપેક્ષ રાખવાનું કામ સાચે જ કેટલું બધું કપરું હશે ? અને છતાં આ કામ તારે કરી જ દેખાડવાનું છે. સંસાર છોડી જાણ્યો છે તો વિષયો પ્રત્યેની આસક્તિને તોડી જાણ તો અમે માનીએ કે તું પ્રભુ વીરનો મર્દ સંયમી છે !
૨૫