________________
@
@ @ ૧૦ કે છેo ro संसारसुखानि हिदुःखप्रतीकारमात्रत्वात् सुखाभिमानजनकत्वाच्चन सुखं भवति।
ધર્માસ્તિકાયાદિ તમામ દ્રવ્યોની અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે એ તમામ દ્રવ્યો સ્વતંત્ર છે. અર્થાત એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ નથી. અમે તને એટલું જ પૂછીએ છીએ કે પુદ્ગલના સહારે સુખનો અનુભવ સંસાર પરિભ્રમણના અનંતકાળમાં તેં અનંતવાર કર્યો છે ને? છતાં એક પણ પુદ્ગલ દ્રવ્ય આજે તારું બની શક્યું છે ખરું? તું પોતે પુદ્ગલ દ્રવ્યનો બની શક્યો છે ખરો ?
- સ્થાનાંગસૂત્ર ૧૦/૩ થી.
ની.
દવા આખરે છે શું? રોગનો પ્રતીકાર ! ગાડી આખરે છે શું? થાકનો પ્રતીકાર ! સંપત્તિ આખરે છે શું ? લોભનો પ્રતીકાર ! પત્ની આખરે છે શું ? વાસનાનો પ્રતીકાર ! સત્તા આખરે છે શું? લઘુતાગ્રંથિનો પ્રતીકાર ! મનોરંજન આખરે છે શું ? એકલવાયાપણાંનો પ્રતીકાર ! મુનિ! સંસારનાં જે પણ સુખો છે એ બધાંયની એક જ ઓળખ છે દુઃખ પ્રતીકાર! દુઃખ વિનાનું સુખ તો એક માત્ર કર્મમુક્ત અવસ્થામાં જ છે. એ કર્મમુક્ત અવસ્થા કષાયમુક્ત જીવનવ્યવસ્થાને બંધાયેલી છે અને એ કષાયમુક્ત જીવનવ્યવસ્થા અપેક્ષા મુક્ત મનોવૃત્તિને બંધાયેલી છે. મુનિજીવન પામ્યા પછી ય તું જો ઉદ્વિગ્નતાનો કે અપ્રસન્નતાનો શિકાર બન્યો રહેતો હોય તો એનું એક માત્ર કારણ આ જ હશે. પરની અપેક્ષા. પરની સ્પૃહા. શું કહીએ અમે તને?
તેલ વરસો સુધી ભલેને પડ્યું રહે છે પાણીમાં એ બંને ક્યારેય એકરૂપ થતા જ નથી. બસ, એ જ ન્યાયે આત્મા અને પુદ્ગલ, બંને ભલેને અનંતકાળથી એક બીજાને વળગીને રહ્યા છે. નથી આત્મા પુદ્ગલને પોતાનું બનાવી શક્યો કે નથી પુદ્ગલ આત્માને પોતાનો બનાવી શક્યું ! જો વાસ્તવિકતા આ જ છે અને શાશ્વતકાળ સુધી આ જ રહેવાની છે તો અમારી તને ખાસ સલાહ છે કે તું થોડોક શાંત થા. તારા મનને ઉત્તેજનામુક્ત બનાવતો જા. કાળા બોર્ડ પર વંચાતા સફેદ અક્ષરોની ચમક એ હકીકતમાં જેમ બોર્ડની કાળાશને આભારી હોય છે તેમ સંસારના કહેવાતા તમામ પ્રકારનાં સુખોના અનુભવો એ હકીકતમાં તો તારા મનની અતૃપ્તિના કે અસંતોષના દુઃખને જ આભારી છે. આ સત્ય તને શીધ્ર સમજાઈ જાય એમાં જ તારા આત્માનું હિત છે. એક અન્ય વાત ! પુષ્કળ દવાઓનું સેવન કરનારો જો એ બદલ અભિમાન નથી જ કરતો તો ઇન્દ્રિય-મનના માધ્યમે સુખનો અનુભવ કરવા માટે જેને સંસારની સંખ્યાબંધ સામગ્રીઓ વસાવવી પડે છે અને ભોગવવી પડે છે એને ય એ બદલ અભિમાન કરવાની કોઈ જરૂર નથી એ વાત સતત આંખ સામે જ રાખજે !
૧૯