________________
૯૨
બાર પ્રકારની હિંસાઓ
એમ કહીને દરદીને છૂટથી આપે છે. મોટાભાગના ડોક્ટરો ઈજેશન ખોયા વગર રાહત પામતા જ નથી. વધુપડતાં વિટામિનો અને ના જોઈતી દવાઓ મોત નોતરે છે. કલાપી એમ કહેતા હતા કે : “જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’ ડોક્ટરો સસલાની જેમ માનવ-દરદીઓ પર ઝેરનાં પારખાં કરે છે. તબીબોએ મેડિકલ એથિકસનાં પોટલાં બાંધી માળિયે ચઢાવી દીધાં છે. સર ઓરિસન સ્વેટ માર્ડ તેમના પીસ પાવર પ્લેન્ટી’ પુસ્તકમાં લખ્યું છે : “અમેરિકાના જે વિસ્તારમાં ડોક્ટરો નથી હોતા ત્યાં માંદા પડનારાઓનું પ્રમાણ નહિ જેવું છે.”
ગયા વર્ષના ડિસેમ્બરમાં અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અવસાન પામેલા નરેન્દ્ર ભાઈલાલ પટેલ ભારતમાં એઈડ્ઝના મૃત્યુ પામેલા ત્રીજા દર્દી હતા એવું મનાતું હતું. અને તે યુગાન્ડાના કમ્પાલાથી આ અસાધ્ય રોગ વેંઢારી લાવ્યા હતા એવી વાત થતી હતી. છાપાંઓના રિપોર્ટ પ્રમાણે અંતિમ દિવસોમાં ચેપ લાગવાની બીકે ડોક્ટરો અને નર્સે તેમને ઈજેક્શન નહોતા લગાડતા એટલે તેમણે જાતે ઈજેક્શન લેવાં પડતાં હતાં. તેમના શરીરના કીટાણુઓ વાયુમંડળમાં ફેલાય નહિ એટલે પોસ્ટમોર્ટમ પણ ન કરવાની સલાહ અપાઈ હતી. મોડે મોડે કોથળામાંથી બિલાડું નીકળ્યું હતું કે એઈડ્ઝ નહોતો.
સન ૧૯૮૭, નવેમ્બર મહિનાની ૨૧મી તારીખે રશ્મિકાંત અંબાપ્રસાદ રાવલને વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તબીબોની બેદરકારીના કારણે તે ૨૪મી તારીખે અવસાન પામ્યા. તેમને ડાયાબિટીસ હતો. ૧૮ કલાકથી પેશાબ થતો નહોતો. નર્સ અને વોર્ડબોય સગાવહાલાઓને વોર્ડમાંથી બહાર કાઢી પેશાબની કોથળીમાં પાણી ભરી પછી બહાર આવીને દેખાડે કે, જુઓ પેશાબ થયો ને? તેમના ભાઈએ સરકારને અને મેનેજમેન્ટને મેમોરેન્ડમ આપ્યું બે મહિના થઈ ગયા છે. તેમના કહેવા મુજબ હોસ્પિટલમાં પેસતાંની સાથે જ કતલખાના જેવી ખુશબો આવવા લાગે છે. વોર્ડબોય અને આયાઓ સ્ટ્રેચર પર બેસાડવાના દસ રૂપિયા લે છે. “પુરસ્કાર' શ્રેણીના પહેલા હપ્તામાં એક વૃદ્ધાનો જાન બચાવતાં જે છોકરાનો હાથ કપાઈ જાય છે, તેને એડમિશન આપવાને બદલે ડોક્ટર ધનિક દરદીને છોલવામાં મશગૂલ છે. ડોક્ટરો લાંચ ખાઈને વૃદ્ધ દરદીને મારી નાખવામાં મદદ કરે છે એવા કિસ્સા પણ બહાર આવ્યા છે.
હોસ્પિટલોમાં એડમિશન માટે લાંચ આપવી પડે છે. જેની પાસે સગવડ અને લાગવગ હોય એ પ્રાઈવેટ રૂમમાં રહે છે. ગરીબ દરદી ભોંયતળિયાની ટાઈલ્સો ગણતો ગણતો અવસાન પામે છે. પ્રાઈવેટ હોસ્પિટલોવાળા ફાઈવસ્ટાર હોટલના ભાવે રૂમ