________________
וד
૬૬
બાર પ્રકારની હિંસાઓ
આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે જે કાંઈ કરવું પડે તે બધું તેઓ કરે છે. એ રીતે મોટા ભાગની માનવજાતનો તેઓ નાશ કરી દેવા માંગે છે.
હા. પૂર્વે તો આ માટે તેઓ અ-ઈસાઈ, અ-ગૌર પ્રજા સાથે યુદ્ધો પણ લડ્યા. દુશ્મન બનીને ટકરાયા. મરાયા તેટલાને મારી નાખ્યા. આજના અમેરિકાની મૂળભૂત જાતિ-રેડ ઈન્ડિયન્સ-વગેરે કેટલીય જાતિઓનું લગભગ મૂળમાંથી નિકંદન કાઢી નાખ્યું. પણ તે પછી તેઓએ આ રસ્તે પોતાને પણ થતું નુકસાન જોઈને ‘યાદવાસ્થળી’નો બીજો માર્ગ અપનાવ્યો. હવે તેઓ એક જ પ્રજાના બે વિભાગ
કરીને તેમને પરસ્પર લડાવી મારે છે. તેમની જ ધરતીમાં તેમનું લોહી રેડાવે છે. આ
વખતે રશિયા અને અમેરિકા તે બેમાંથી એકેકની સાથે જોડાઈ જાય છે. અને તે બન્નેયને શસ્ત્રો વગેરે આપીને તે વધુ ને વધુ મજબૂત કરતા જઈને વધુ ને વધુ ખૂનખાર જંગ ખેલાવીને લગભગ ખતમ કરી નાંખે છે.
રશિયા અને અમેરિકા પરસ્પર કટ્ટર શત્રુ છે.' એ વાત જેવું સફેદ જૂઠાણું વિશ્વમાં ભાગ્યે જ કોક હશે. તેઓ દિલોજાન દોસ્તો છે. સમગ્ર વિશ્વને બે વિભાગમાં તેઓ વહેંચી ખાવાના ક૨ા૨ સાથે જોડાયેલા છે. તેમનો દેખાવ પરસ્પરની દુશ્મનીનો એટલા માટે છે કે તેથી જેમને પરસ્પર લડાવી મારવા છે તે લોકો તેમનો સાથ માંગવા જેટલા મૂર્ખ બનીને આપઘાત વહોરી લે. જો પાકિસ્તાનની સાથે અમેરિકા જોડાય તો ભારત રશિયાનો સહકાર માગે જ, કેમકે ભારત માની બેઠું છે કે અમેરિકાનો દુશ્મન રશિયા છે!
રાજ કરવાની નીતિ હવે સાવ બદલાઈ ગઈ છે. પૂર્વે બ્રિટિશરો ભારતમાં રહીને-પોતાનાં થાણાં નાખીને-રાજ કરતા હતા. પરંતુ આના કરતાં ખૂબ સહેલાઈથી અને કશી નુકસાની વિનાની રાજ કરવાની સહજ નીતિ એ શોધાઈ છે કે પોતાના વતનમાં-પાંચ હજાર માઈલ દૂર રહીને જ રાજ કરવું. હા. ચૂંટણી દ્વારા ભલે તે તે દેશની સ્થાનિક પ્રજા ચૂંટાય, પરંતુ ચૂંટાએલાઓને માર્ગદર્શન (કે ઉન્માર્ગદર્શન !) આપનારો સેક્રેટરી-વર્ગ તો વગર ચૂંટાએલો જ હોય! પોતાનો જ હોય! જે સતત ચૂંટાયેલા સ્થાનિક લોકોને ખોટે રસ્તે દો૨વીને, પોતાના જ ભાઈભાંડુઓનું કારમું અહિત કરતો હોય. વળી આ સેક્રેટરીની દર પાંચ વર્ષે
બદલી થવાનો સવાલ આવતો નથી એટલે એ એના પોતાના પ્રધાનનો બાપ બનીને જ રહેતો હોય છે.
આ પ્રકારની રાજપદ્ધતિથી ગોરાઓ ભારત વગેરેમાં રહીને રાજ કરવા દ્વારા