________________
૫૪
બાર પ્રકારની હિંસાઓ
તમામ ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ અને ભૂંડને કાપી નંખાય તો પણ માણસ દીઠ સો ગ્રામ માંસ મળે તેમ નથી. તેમ કરીને આપણે અનાજ, ઘી, દૂધ અને તેલ માટે સંપૂર્ણ રીતે અમેરિકન ગુલામી સ્વીકારવી પડે. પણ જે પશુધન આજે પણ આપણે ધરાવીએ છીએ તેમનું રક્ષણ કરીને ભારતીય રીતે સંવર્ધન કરીએ તો ૩૦ વરસમાં દરેક માનવીને રોજ એક લિટર દૂધ પૂરું પાડવાનું અને અનાજ તેમ જ બીજી ખાદ્ય વસ્તુઓના ભાવ, વિશ્વવિગ્રહ પહેલાંની નીચી સપાટીએ લાવી શકવાનું તેમ જ તમામ માણસોને સારાં રહેઠાણો પૂરાં પાડવાનું શક્ય બને.
કતલખાનાંઓમાં નિતનવા છરા વગેરે આધુનિક યાંત્રિક સાધનો વસાવતાં જોઈને મને તો એવું જણાવવાનું દિલ થાય છે કે હવે કતલખાનાંઓમાંથી હજારો રૂ.ના ઢોર છોડાવવામાં ય ભારે જોખમ છે. આ છોડાવેલા ઢોરોને પાંજરાપોળોમાં પણ - મોટાં દાન નહિ મળતાં હોવાથી - અડધાં ભૂખ્યાં જ કાયમ માટે રહેવું પડે છે. જેથી તેઓ છેવટે ત્યાં પણ ખલાસ થઈને જ રહે છે. એટલે હવે જીવદયાનું ભંડોળ દિલ્હીની સુપ્રિમકોર્ટોમાં પશુરક્ષણ અંગેના કેસો કરવામાં અને તેમાં જ તે ૨કમ વાપરવામાં ઔચિત્ય લાગે છે. જો એકાદ પણ ‘ડીસેક્શન’ વગેરે અંગેના કેસમાં જીત મળી જાય તો કરોડો દેડકાં વગેરે જીવોની રક્ષાનું કાર્ય સાધીને ધન્ય બની જવાય.
થોડાક મહિના પૂર્વે મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એક કેસમાં જીત થઈ તો અઢાર હજા૨ ગાયોને અભયદાન મળી ગયું. એ કેસ એવો હતો કે, ‘‘ટ્રકમાં ભરીને કસાઈખાને લઈ જવાતી ગાયો આંતરીને પકડી લેવાય તો તે ક્યાં મૂકવી?'' અત્યાર સુધી કસાઈઓ તરત નજીકની કોર્ટે જતા અને પોતાને ગોપાલક વણઝારા તરીકે જણાવીને ગાયો છોડાવી લેતા. હવે કોર્ટે જજમેન્ટ આપ્યું કે તે ગાયો નજીકની પાંજરાપોળમાં જ મૂકવી. પછી જ્યાં સુધી તેનો કેસ ન નીકળે ત્યાં સુધી એક ગાયદીઠ રોજના સાત રૂપિયા તે કહેવાતા વણઝારાઓએ પાંજરાપોળને ચૂકવવા. તેમની કેસમાં જીત થાય તો પાંજરાપોળવાળા તેમને ગાયો પરત કરી દે.’’
આ જજમેન્ટ આવતાં આવી રીતે પાંજરાપોળમાં મુકાએલી સત્તર હજાર ગાયોને અભયદાન મળી ગયું. કેમકે કોઈ કહેવાતો વણઝારો તે ગાયોદીઠ રોજના સાત રૂપિયા ભરવા કદી તૈયાર હોતો નથી. (કેસ તો બાર માસ પછી પણ નીકળે)
જો આ રીતે ભારતના બંધારણમાં પશુરક્ષણની જે કોઈ કલમો હોય તેની રૂએ કોર્ટોમાં લડત અપાય તો જ કદાચ ઘણીબધી હિંસા અટકાવી શકાય, બાકી તો આ કારમા હત્યાકાંડનો કોઈ અંત જણાતો નથી.
અબોલ પ્રાણીઓની કતલની ચિચિયારીથી ત્રાસી ઊઠેલા વિનોબાજીએ, ‘જૈનધર્મ