________________
૧૭૨
બાર પ્રકારની હિંસાઓ
સંપત્તિહિંસા
(૮) સાતમા નંબરની સંસ્કારહિંસા નામની સ્વહિંસાથી પણ સંપત્તિહિંસા દ્વારા ઘણી મોટી સ્વહિંસા થાય છે.
અહીં સંપત્તિ એટલે ધર્મનાં ઉપકરણો! મુહપત્તિ, પૂંજણી, ચરવળો, કટાસણું, પૂજા માટેના ધોતિયું અને ખેસ, કે ઓઘો, દાંડો, નવકારવાળી, આયબિંલની રસોઈનું અડદનું ઢોકળું, મંજીરા, કાંસા, પ્રભાવનાનું પતાસું, ઉપાશ્રય, જિનાલય યાવત્ શત્રુંજય વગેરે તીર્થભૂમિઓ.
આ ઉપકરણોના વિધિવત્ સેવનથી આત્મામાં પડેલા સારા સંસ્કારોનું જાગરણ થાય છે. જેના સારા સંસ્કારો ખતમ થઈ ગયા હોય તેને ફરી તૈયાર કરવા માટે આ બધાં ઉપકરણો અત્યંત ઉપયોગી છે. આના દ્વારા જ નવી પેઢીના સંતાનોમાં નાનપણથી જ સુંદર સંસ્કારો પડે છે.
દેરાસરમાં પૂજા ભણાતી હોય ત્યારે તાલ વિનાના મંજીરા વગાડતું બાળક એક દિવસ પ્રભુનું પરમભક્ત બનીને નરસિંહ મહેતા બની જાય છે. આયંબિલ કરતી બાની થાળીમાંથી અડદનું ઢોકળું ઉપાડી લઈને મસ્તીથી ખાતું બાળક વર્ધમાન તપની સો ઓળીનું આરાધક બને છે.
માત્ર રજાના દિવસે, બાપાના દબાણથી પણ ચરવળો, કટાસણું લઈને જેમતેમ સામાયિક કરતો – સતત ઘડીયાળ સામે જોતો – કિશોર પુણીઓ શ્રાવક બની શકે છે !
પ્રભાવનામાં મળતા પતાસાની લાલચે વ્યાખ્યાન સાંભળતી બેબી, જિનશાસનની મહાશ્રાવિકા અનુપમા બની જાય છે.
નવપદના નવ એકાસણા કરતી બાળા, મયણાસુંદરી બની શકે છે.
શત્રુંજય તીર્થની યાત્રા મનોરંજનરૂપે કરતો યુવાન તે તીર્થનો અધિષ્ઠાયક દેવ કપર્દી બની શકે છે.
જિનશાસનની એકવીસ હજાર વર્ષ સુધી ચાલનારી અવિચ્છિન્ન સ્થિતિમાં આ